આટલો મોટા પ્રમાણમાં ભષ્ટ્રાચાર થઈ ગયા પછી હવે દેખાડા કરવાનું?મનરેગા કૌભાંડના ભ્રષ્ટ મંત્રી બચુ ખાબડ 15મી ઓગસ્ટના કાર્યક્રમમાંથી સંપૂર્ણ બાકાત


ગુજરાત સરકારે આખરે સ્વિકાર્યું કે મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ ભ્રષ્ટ છે. મળતા અહેવાલ પ્રમાણે સ્વતંત્રા દિવસનો મુખ્ય સમારોહ દાહોદમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજાશે. મળતા અહેવા પ્રમાણે મંત્રી બચુખાબડને એક પણ જિલ્લાની જવાબદારી સોંપાઈ નથી. ઉલ્લેખનીય છે કે પંચાયત મંત્રી બચુભાઇ ખાબડના પુત્રો મનરેગા કૌભાંડમાં હાલ જામીન પર છે.
તો બીજી તરફ સામાન્ય વહીવટી વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં બચુ ખાબડને ચોક્કસ રીતે પડતા મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 દિવસથી પાટનગરમાં ગેરહાજર રહેતા ભાજપે તતેમને અઘોષિત જાહેર કર્યા છે.
પ્રફુલ પાનસેરિયા અને પુરષોતમ સોલંકીની તબિયત સારી ન હોવાથી તેમને 15 ઓગસ્ટનો કાર્યક્રમ ફાળવવામાં આવ્યો નથી.ઉલ્લેખનીય છે કે ભાજપના સંખ્યાબંધ નેતાઓમાંથી તેમની બાદબાકી કરવામાં આવી છે. 15મી ઓગસ્ટે રાજ્યના વિવિધ જિલ્લાના કાર્યક્રમોમાં બાદ રાખવામાં આવ્યા છે. મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાંથી બાદબાકી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પ્રકારે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ ભ્રષ્ટાચારી મંત્રી હોય કે અધિકારી તેની હકાલપટ્ટી નિશ્ચિત છે.