રાહુલ ગાંધી જૂનાગઢમાં, વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો, કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને સંગઠનના પાઠ શીખવશે


છેલ્લાં ત્રીસેક વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ શાસનથી દૂર રહી છે. તે જોતાં મોદી-શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ હાઇકમાન્ડ સક્રિય બન્યું છે. સંગઠનને તળિયા સ્તરે મજબૂત બનાવવા શિબિર યોજાઈ છે. ત્યારે જુનાગઢમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ ઉતર્યા બાદ જુનાગઢ ખાતે પહોંચ્યા છે.
હવે પ્રદેશના નેતાઓ કરતાં જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવા નક્કી કરાયું છે. હાઇકમાન્ડે પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવો ઓપ અપાઈ રહ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે તે માટે અત્યારથી એડીચોટીનું જોર લગાવ્યું છે. એવું પણ નક્કી કરાયું છે કે, ટોચના કેન્દ્રીય નેતાઓએ ચૂંટણી નજીક આવતાં ગુજરાતમાં અડિંગો જમાવશે.
રાહુલ ગાંધી કેશોદ ઍરપોર્ટ આવી પહોંચ્યા છે, અહીંથી તેઓ સીધા જુનાગઢ જશે. જુનાગઢમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોનો 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. આ શિબિરમાં રાહુલ ગાંધી પક્ષને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં લોકોના પ્રાણ પ્રશ્નો ઉજાગર કરી કેવી રીતે ઉકેલી શકાય તે માટે માર્ગદર્શન આપશે. જુનાગઢ તાલીમ શિબિરમાં ભાગ લઈ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે. ગુજરાત કોગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધીએ ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે.
આજે (12 સપ્ટેમ્બર) કોંગ્રેસના કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે શિબિરમાં હાજર પ્રમુખોને સંબોધિત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે પ્રમુખો કામ નહીં કરે, તેમના પદ છીનવી લેવામાં આવશે. તેમણે પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખોના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને નેતાઓને સડેલી કેરી સાથે સરખાવ્યા હતા, જે આખી ટોપલીને ખરાબ કરી શકે છે.
રાહુલ ગાંધી જૂનાગઢમાં, વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો, કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને સંગઠનના પાઠ શીખવશે




