જામનગર બન્યું બોલિવૂડ હબ! જુઓ કોણ આવ્યું


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) ના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) આગામી 10 એપ્રિલે પોતાનો 31મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગની ઉજવણી માટે જામનગર (Jamnagar) ખાતે અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 8 એપ્રિલથી જ બોલિવૂડના દિગ્ગજ કલાકારો જામનગર પહોંચવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે એરપોર્ટ પર સેલેબ્રિટીઝનો મેળાવડો જામ્યો હતો.
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan) પોતાની પત્ની ગૌરી ખાન (Gauri Khan) અને પુત્ર અબરામ (AbRam) સાથે જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન અહીં ‘સોલ્ટ એન્ડ પેપર’ લુકમાં ખૂબ જ આકર્ષક લાગતા હતા. સફેદ ટી-શર્ટ, કેઝ્યુઅલ બોટમ અને માથા પર બ્લેક બેન્ડ બાંધેલા કિંગ ખાનનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રસપ્રદ વાત એ છે કે, તેઓની સાથે તેમનો પાલતુ શ્વાન પણ જોવા મળ્યો હતો.
શાહરૂખ ઉપરાંત, યુવા પેઢીના સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) પણ જામનગર પહોંચ્યા હતા. સફેદ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં રણવીર સિંહ એકદમ ‘કૂલ’ દેખાતા હતા. કાળા ચશ્મા અને તેની આગવી સ્ટાઈલ સાથે રણવીરે મીડિયાના કેમેરામાં પોઝ આપ્યા હતા. હાલમાં રણવીર સિંહ તેની ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar 2) ની સફળતાનો આનંદ માણી રહ્યો છે, જે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે.
આ ભવ્ય સેલિબ્રેશન (Celebration) માં હાજરી આપવા માટે અનન્યા પાંડે (Ananya Panday), નુપુર સેનન (Nupur Sanon), સ્ટેબિન બેન (Stebin Ben), શનાયા કપૂર (Shanaya Kapoor), અગસ્ત્ય નંદા (Agastya Nanda) અને બોની કપૂર (Boney Kapoor) જેવા કલાકારો પણ જામનગર આવી પહોંચ્યા છે. અંબાણી પરિવારના કોઈપણ પ્રસંગમાં બોલિવૂડની હાજરી અનિવાર્ય માનવામાં આવે છે.




