
જાગો ગ્રાહક જાગો….
સોના ની ખરીદી માં સાવધાની:
ગ્રાહકોએ જાગૃત બનવું અનિવાર્યછે.
સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે, તેના શુદ્ધતા અને ગુણવત્તાને લઈને ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દેશભરમાંથી આવા અનેક બનાવો સામે આવતા રહે છે, જ્યાં ગ્રાહકોને અશુદ્ધ અથવા ભેળસેળવાળા દાગીના પધરાવી દેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં મોટાભાગે ગ્રાહકની પોતાની બેદરકારી પણ જવાબદાર હોય છે, કારણ કે સસ્તા સોના અને ઉધારીની લાલચમાં તેઓ છેતરપિંડીનો ભોગ બને છે.
બિલ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત:
તાજેતરમાં, મંતવ્ય ન્યૂઝની ટીમ પાસે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ગ્રાહક પાસે 91.6 ટચ (કેરેટ)ના બિલવાળા દાગીના હતા. જ્યારે તેમને પૈસાની જરૂર પડતાં દાગીનાની શુદ્ધતા ચકાસવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેનો ટચ બિલમાં લખેલ શુદ્ધતા કરતાં ઘણો ઓછો હતો. આ પ્રકારની છેતરપિંડી કોઈપણ ગ્રાહક સાથે થઈ શકે છે. જો આપણે જાગૃત ન બનીએ, તો આવા કિસ્સાઓ સમાજમાં સતત બનતા રહેશે.
ગ્રાહકો માટે સલાહ:
મંતવ્ય ન્યૂઝ દ્વારા ‘જાગો ગ્રાહક જાગો’ અભિયાન હેઠળ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોનાના ઊંચા ભાવને કારણે મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું અને વેચવું બંને મુશ્કેલ બન્યું છે. આવા સમયે, ખરીદી અને વેચાણ બંને વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. તમારા દાગીનાની શુદ્ધતા હંમેશા ચકાસો અને બિલમાં દર્શાવેલી વિગતોની ખાતરી કરો.
જો તમારી સાથે પણ આવો કોઈ બનાવ બન્યો હોય, તો મંતવ્ય ન્યૂઝની ટીમને WhatsApp દ્વારા સંપર્ક કરી શકો છો: 9574116963. આ રીતે, તમે અન્ય ગ્રાહકોને પણ જાગૃત કરવામાં મદદ કરી શકો છો.




