Business

દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: સિંગતેલનો ડબ્બો રૂ. 3,000ને પાર, જાણો કપાસિયા અને પામતેલનો લેટેસ્ટ ભાવ

દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મોંઘવારીની માર ઝીલતી મહિલાઓ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. રાજકોટ તેલબજારમાં દિવાળી પહેલા જ સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં મોટો ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

છેલ્લા ત્રણ જ દિવસમાં સિંગતેલના ભાવમાં 75 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. આ ભાવવધારા સાથે જ 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 3,000 રૂપિયાની સપાટી વટાવી ચૂક્યો છે. હાલ બજારમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3,000થી વધીને રૂ. 3,080ની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ મધ્યમવર્ગીય પરિવારોમાં વપરાતા અન્ય ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને 2,620 રૂપિયા થી 2,680 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. પામતેલના ડબ્બાનો ભાવ રૂ. 2,315 થી રૂ. 2,320 સુધી બોલાઈ રહ્યો છે.

ખાદ્યતેલમાં ભાવવધારા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર
ખાદ્યતેલમાં ભાવવધારા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર માનવામાં આવી રહી છે. ચાલુ વર્ષે કેટલાક વિસ્તારોમાં અનિયમિત અને ઓછો વરસાદ થવાના કારણે પાક પર માઠી અસર પડી છે. બજારમાં હજુ સુધી નવી મગફળીની પૂરતી આવક શરૂ થઈ નથી. ડિમાન્ડ સામે પુરવઠો ઓછો હોવાથી ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે.

દિવાળી સુધી ખાદ્યતેલના ભાવ ઘટવાની શક્યતા નહિવત
તહેવારોના દિવસોમાં ફરસાણ અને મિઠાઈઓ બનાવવાની હોવાથી ખાદ્યતેલની માંગ સૌથી વધુ હોય છે. નિષ્ણાતોના મતે, નવી આવક હાલ થઈ નથી અને તહેવારોની માંગ ચાલુ હોવાથી દિવાળી સુધી ખાદ્યતેલના ભાવમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નહિવત છે. આમ, દિવાળીએ મોંઘા તેલના કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધારાનો બોજ પડવો નક્કી છે.

સમાચારનો ટૂંકમાં સાર:

દિવાળી સુધી ખાદ્યતેલના ભાવ ઘટવાની શકયતા નહિવત

રાજકોટ – દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં ભડકો

15 કિલોનો ડબ્બો રૂ.3 હજારની સપાટી વટાવી ચૂક્યા

3 દિવસમાં રૂ. 75નો વધારો થયો

સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3 હજારથી લઈને 3080 સુધી પહોંચ્યો

કપાસિયા તેલના ભાવ રૂ.2620થી 2680

પામતેલ રૂ.2315થી 2320

વરસાદ ઓછો અને નવી મગફળીની આવક બઝારમાં નહીં હોવાના કારણે ભાવમાં સત્તત વધતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button