Top In Ahmedabad

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો

અમદાવાદ શહેરમાં વાહન પાર્ક કરવું હવે મોંઘું બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લાંબા સમય બાદ પાર્કિંગ ચાર્જમાં 40થી 90 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષથી પાર્કિંગના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. ત્યારે વધતી મોંઘવારી અને ખર્ચને ધ્યાનમાં રાખીને પાર્કિંગના નવા દર નક્કી કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં વાહન પાર્ક કરવા માટે હવે વાહનચાલકોએ ખિસ્સું વધુ ખાલી કરવું પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ પાર્કિંગ ચાર્જમાં 40 ટકા થી 90 ટકા સુધીનો વધારો કર્યો છે. ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની મળેલી બેઠકમાં નવા પાર્કિંગ દરને મંજૂરી આપવામાં આવી છે. કમિટીના ચેરમેન અનુસાર, છેલ્લા 10 વર્ષથી દરમાં કોઈ ફેરફાર થયો નહોતો અને વધતી મોંઘવારીને ધ્યાને રાખીને આ વધારો કરવો જરૂરી બન્યો હતો. નિયત પ્રક્રિયા પૂરી થયા બાદ આ નવા દરો અમલમાં આવશે. નવા ચાર્જ અનુસાર એક કલાક માટે ટુ-વ્હીલર પાર્કિંગનો લઘુતમ દર ₹10 અને કાર માટે ₹20 ચૂકવવા પડશે. આ વખતે પાર્કિંગ પત્રકમાં ‘થ્રી-વ્હીલર’ અને ‘લાઇટ કમર્શિયલ વ્હીકલ’ નો નવો ઉમેરો કરાયો છે. લઘુતમ દરો ઓન-સ્ટ્રીટ અને ઓફ-સ્ટ્રીટ એમ બંને પ્રકારના પાર્કિંગને લાગુ પડશે. વિસ્તાર અને સુવિધા મુજબ ચાર્જમાં તફાવત હશે.

AMCની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં પાર્કિંગના નવા દરોને મંજૂરી આપવામાં આવી છે. કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દાયકાથી પાર્કિંગ ચાર્જ યથાવત હતા. જોકે, મોંઘવારીમાં થયેલા વધારાને પગલે નવા દર લાગુ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. નિયત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા દરોનો અમલ કરવામાં આવશે. નવા દર મુજબ, એક કલાક માટે ટુ-વ્હીલર પાર્કિંગનો લઘુતમ ચાર્જ 10 રૂપિયા અને કાર પાર્કિંગ માટે 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્કિંગના નવા માળખામાં થ્રી-વ્હીલર અને લાઇટ કોમર્શિયલ વ્હીકલનો પણ નવી કેટેગરી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે નવા લઘુતમ દરો ઓન-સ્ટ્રીટ અને ઓફ-સ્ટ્રીટ એમ બંને પ્રકારના પાર્કિંગ માટે લાગુ પડશે. જોકે, પાર્કિંગનું સ્થળ, વિસ્તાર અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓના આધારે ચાર્જમાં ફેરફાર રહેશે. આમ, અમદાવાદમાં વાહનચાલકોને હવે પાર્કિંગ માટે વધુ નાણાં ખર્ચવા પડશે. 10 વર્ષ બાદ AMC દ્વારા કરવામાં આવેલા આ ભાવ વધારાની સીધી અસર શહેરના રોજિંદા વાહનચાલકોના ખિસ્સા પર પડશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button