Business

ધનતેરસ પહેલા બંપર તેજી, ગણતરીના કલાકોમાં સોનામાં 6000 અને ચાંદીમાં 11000 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

અમેરિકામાં હાલમાં જ મિડ ટર્મ ચૂંટણી થઈ જેમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટી તરફ લોકોની નારાજગી સ્પષ્ટ છલકાઈ. જેના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મોટો ફટકો પડ્યો અને બંને સદનોમાં બહુમતી ગઈ. જેણે અનેક વૈશ્વિક પરિબળો પર અસર કરી. વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલરમાં નબળાઈ આવી, ક્રૂડ ઓઈલમાં કડાકો જોવા મળ્યો જેને કારણે અનિશ્ચિતતાનો માહોલ સર્જાઈ રહ્યો છે અને તે કિંમતી ધાતુઓને સપોર્ટ કરી રહ્યો છે. વૈશ્વિક બજારથી લઈને ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે.

IBJAની વેબસાઈટ પર આજના ખુલતા ભાવ જોઈએ તો 24 કેરેટ સોનાના ભાવમાં આજે 2328 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને ભાવ 143950 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. જે કાલે 141622 પર બંધ થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં આજે 1749 રૂપિયાનો વધારો નોંધાયો છે અને ભાવ આજે 187882 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 186133 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે  બંધ થયો હતો.

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી. નવા ભાવ શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે જાહેર થતા નથી.

વાયદા બજારમાં ભાવ

MCX પર લેટેસ્ટ ભાવ જોઈએ તો બપોરે 1.15ની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું સોનું 1.09 ટકા ઉછળીને 144790 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 0.14 ટકાના ઘટાડા સાથે 187990 પર જોવા મળી.

વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનું 4125 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળ્યું હતું જ્યારે ચાંદી પણ ઉછળીને 52 ડોલર પ્રતિ ઔંસ પાર પહોંચી હતી.

48 કલાકમાં ગજબની તેજી

IBJAના છેલ્લા બે દિવસના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 3 નવેમ્બરના રોજ 137576 રૂપિયા પર ખુલ્યું હતું જ્યારે આજે 143950 રૂપિયાના સ્તરે ખુલ્યું. એટલે કે માત્ર 48 કલાકમાં સોનાના ભાવમાં 6374 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવ 3 નવેમ્બરના રોજ 176425 પર ખુલ્યા હતા જ્યારે આજે 187882 રૂપિયાની સપાટીએ ખુલ્યા છે. એટલકે 48 કલાકમાં ચાંદી 11457 રૂપિયાના ઉછાળા સાથે જોવા મળી.

આ અગાઉ IBJAના ઓક્ટોબરના ભાવ જોઈએ તો 1 ઓક્ટોબરે સોનું 148687 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. જ્યારે છેલ્લા કારોબારી દિવસ 30 ઓક્ટોબરે સોનું 140054ના ભાવે બંધ થયું હતું એટલે કે ભાવમાં 8633 રૂપિયા તૂટ્યા હતા. જ્યારે ચાંદીનો ભાવ 221954 રૂપિયા પરથી 181344 પર આવ્યો હતો એટલે કે  ભાવમાં 40610 રૂપિયા ઘટી ગયા હતા. આમ ઓક્ટોબરનો મહિનો કિંમતી ધાતુઓ માટે ભારે મંદીનો માહોલ બની રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button