GUJARAT

અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સ અને ગૃહ વિભાગની કરશે સમીક્ષા બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે સાંજે અમદાવાદ આગમન બાદ એએમસીની દક્ષિણ-પશ્ચિમ ઝોન કચેરી ખાતે કોમનવેલ્થ ગેમ્સ અને રાજ્યના ગૃહ વિભાગના પ્રશ્નોને લઈને એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું છે.

આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તેમજ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. બેઠકનો મુખ્ય હેતુ આગામી કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે તૈયારીઓની સમીક્ષા કરવાનો અને શહેરી વિકાસ તેમજ કાયદો-વ્યવસ્થા સંબંધિત મુદ્દાઓને આખરી ઓપ આપવાનો છે. ગૃહ મંત્રીશ્રી દ્વારા સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને તમામ વિકાસ અને સુરક્ષાના કાર્યોને વેગ આપવા માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવશે.

આ બેઠકના સકારાત્મક પરિણામોથી અમદાવાદમાં વિકાસ કાર્યો અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે, જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરના આયોજનોને સફળ બનાવવા માટે રાજ્ય વહીવટી તંત્રને નવી દિશા પૂરી પાડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button