PHOTO GALLARY
બ્લેક ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં ગોર્જિયસ લાગી સંદીપા ધર


સંદિપા ધરએ અભિનયની શરુઆત 2010માં આવેલી ફિલ્મ ઈસી લાઈફ મે થી કરી હતી.

આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને શ્રેષ્ઠ નવોદિત કલાકાર માટે ફિલ્મફેર એવોર્ડ, સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને સ્ટારડસ્ટ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.

સંદીપાએ દબંગ 2 ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી. સંદીપા ધરનો જન્મ શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો.

તે પ્રોફેશનલી પ્રશિક્ષિત ડાન્સર છે. તેણીના નૃત્ય માટે ઘણા પુરસ્કારો જીત્યા પછી, તેણીએ વાણી ગણપતિ હેઠળ 8 વર્ષ સુધી ભરતનાટ્યમની તાલીમ લીધી છે.

તેણે શ્યામક દાવર અને ટેરેન્સ લુઈસ પાસેથી 4 વર્ષ સુધી જૈજ અને કન્ટેમ્પરરીની તાલીમ પણ લીધી છે. તે નેશનલ પબ્લિક સ્કૂલ, ઈન્દિરાનગર, બેંગ્લોરની ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે.





