ધર્મ

હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત

હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન હનુમાનનો જન્મ આ દિવસે થયો હતો. આ કારણે આ તહેવારને હનુમાન જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં, આ તહેવાર 41 દિવસ સુધી ઉજવવામાં આવે છે. હનુમાન જયંતિ પર કષ્ઠભંજનની વિશેષ પૂજા અર્ચન સાથે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવે છે. જાણીએ કઇ તારીખે હનુમાન જંયતી ઉજવાશે.

હનુમાન જયંતિનો શુભ અવસર ગુરુવાર, 2 એપ્રિલ, 2026 ના રોજ ઉજવવામાં આવશે. કેલેન્ડર મુજબ, પૂર્ણિમાની તિથિ 1 એપ્રિલ, 2026 ના રોજ સવારે 7:06 વાગ્યે શરૂ થશે અને 2 એપ્રિલ, 2026 ના રોજ સવારે 7:41 વાગ્યે સમાપ્ત થશે.

બ્રહ્મ મુહૂર્ત 04:38 AM થી 05:24 AM
સવાર સાંજ 05:01 AM થી 06:10 AM
અભિજિત મુહૂર્ત બપોરે 12:00 PM થી 12:50 PM
વિજય મુહૂર્ત બપોરે 02:30 PM થી 03:20 PM
સંધિકાળ સમય 06:38 PM થી 07:01 PM
સાંજે 06:39 PM થી 07:48 PM

હનુમાન જયંતિ પર, સૂર્યોદય પહેલા ઉઠો, સ્નાન કરો અને લાલ વસ્ત્રો પહેરો.
પછી લાકડાના બાજોટ પર લાલ કે સફેદ કપડું પાથરો. અને હનુમાનજીની સ્થાપના કરો
ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપદાની પ્રગટાવો. સિંદૂર, ચંદન લગાવો, ચમેલીનું તેલ ચઢાવો.
ભગવાનને માળા પહેરાવો અને ફૂલો અર્પણ કરો. બુંદીનો લાડુનો ભોગ અથવા ગોળ ચણાનો ભોગ ધરાવો
હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ કરો, આરતી કરો

હનુમાન ચાલીસાના નિયમો

હનુમાનજી અને તેમના પૂજનીય મર્યાદા પુરુષોત્તમ શ્રીરામજીનું ચિત્રની સ્થાપના કરો.

-આ પછી તેમની સામે પાણી ભરેલું વાસણ રાખો.

-પહેલા ભગવાન રામનું અને પછી હનુમાનજીનું ધ્યાન કરો.

-આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો.

-હનુમાન ચાલીસાનો પાઠ ઓછામાં ઓછા એક વખતથી લઈને સો વખત કરી શકાય છે.

હંમેશા એ પ્રયાસ કરો કે હનુમાન ચાલીસાના પાઠનો સમય દરરોજ એક જ હોવો જોઈએ.

-ખાસ સંજોગોમાં મુસાફરી દરમિયાન અને સૂતા પહેલા પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button