GUJARAT

રાજ્યમાં ગરમીનો રાઉન્ડ થશે શરૂ, આગામી 5 દિવસ માટે અપાયું યલો એલર્ટ

છેલ્લા કેટલાક દિવસથી વેઘરની પેર્ટન ચેન્જ થતાં આ વર્ષે માર્ચમાં ઉનાળામાં જે ગરમી પડે, તેવી ગરમીનો અનુભવ ન થઇ શક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતાં  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ માવઠું થયું છે. જો કે હવે માવઠાનું સંકટ ટળ્યું છે.  હવામાન વિભાગે હવે તાપમાનમાં વધારો થવાના સંકેત આપ્યાં છે. આગામી દિવસોમાં  4 ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

ઉલ્લેખનિય છે કે, 11 એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે આ સિસ્ટમ ભારતના દક્ષિણ અને પૂર્વ વિસ્તારને અસર કરશે અને આ વિસ્તારમાં તેના કારણે કમોસમી વરસાદ થશે. પરંતુ આ સિસ્ટમથી ગુજરાતના વાતાવરણમાં કોઇ અસર નહિ થાય. આકશ સ્વસ્છ રહેશે અને તાપમાનો પારો ઉંચે જતાં અકળાવતી ગરમીનો અનુભવ થશે

 11થી 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 36.7 સૌથી વધુ તાપમાન નોંધાયુ. અમદાવાદમાં 36.6 અને ગાંધીનગર 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી.

તો બીજી તરફ અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત આઠ રાજ્યોમાં હવામાન ચેતવણી જાહેરી કરવામાં આવી છે. આ રાજ્યોમાં ભારે  પવન સાથે વરસાદની આગાહી છે. IMD અનુસાર, કેટલાક રાજ્યોમાં પાંચથી છ દિવસ સુધી તોફાન અને વરસાદ ઓછો થઈ શકે છે. જોકે, અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદ તબાહી મચાવશે. દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button