International Yoga Day 2026: 10 લાખ લોકો સાથે કોલકાતામાં PM મોદીનો યોગાભ્યાસ, રેડ રોડ પર કાર્યક્રમનું આયોજન


પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગાભ્યાસ કરી રહયાં છે. . આ દરમિયાન અંદાજે 10 લાખ લોકો એકઠા થયા છે. આ માહિતી આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું કે, પીએમ મોદી 21 જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે કોલકાતા પહોંચ્યા.. અહીં રાષ્ટ્રીય સ્તરનો મુખ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. કોલકાતા દેશની “યોગ રાજધાની” બનવા માટે તૈયાર છે. ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન રેડ રોડ પર કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાં કોલકાતામાં હાવડા બ્રિજ નજીક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ યોગ મુદ્રાઓ અને સાંસ્કૃતિક પ્રતીકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આયુષ મંત્રાલયના નિવેદન મુજબ, પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ કોલકાતામાં યોજાઈ રહ્યો છે. રવિવારે સવારે મુખ્ય સ્થળે લગભગ 35 હજાર લોકો હાજર રહેશે, જ્યારે સમગ્ર કોલકાતા શહેરમાં અંદાજે 10 લાખ લોકો પીએમ મોદી સાથે યોગાભ્યાસ કર્યું..
સરકારના પોર્ટલ પર અત્યાર સુધીમાં લગભગ 7 લાખ લોકોએ નોંધણી કરાવી છે.
દરેક રાજ્યમાં પોતાની રીતે ઉજવાશે યોગ દિવસ
મંત્રાલયની સંયુક્ત સચિવ મોનાલિસા દાસે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ દર વર્ષે અલગ-અલગ સ્થળોએ યોજાય છે અને દરેક રાજ્ય તેને પોતાની વિશિષ્ટ રીતથી ઉજવે છે.




