Top In Ahmedabad

અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી, આરોપી દંપત્તિના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

નશાના સોદાગરો સામે સરકાર કડક હાથે કાર્યવાહી કરી રહી છે. સરખેજમાં દાખલ થયેલા ગુનામાં આરોપી દંપત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જે હેઠળ સુનિતા રાઠોડ અને તેના પતિ દિપક રાઠોડનું મકાન ડિમોલીશ કરાયું છે. અત્રે જણાવવાનું કે આરોપી દંપત્તિએ સરખેજમાં કૈલાશ તળાવની સરકારી જમીન પર મકાન બાંધ્યું હતું.

આ ઉપરાંત NDPSના આરોપી બાબુ છારા અને તેની પત્ની શાંતા છારાનું પણ ઘર તોડી પાડવામાં આવ્યું. અગાઉ આજ જગ્યા પર 2025માં TP 90 પર ડીમોલેશન કરી 6 મકાન અને 9 કોમર્શિયલ બાંધકામ AMCએ દૂર કર્યા હતાં, જ્યાં ફરી બાંધકામ કરી નાખવામાં આવતા અને નશાની પ્રવૃત્તિ શરૂ કરાતા પોલીસે દાખલો બેસાડવા ગેરકાયદે મકાન તોડ્યા.

આ ઉપરાંત અમદાવાદના દાણીલીમડામાં ડ્રગ્સ સામે કાર્યવાહી જોવા મળી છે. સંતોષનગર ચાર માળિયામાં ક્રાઈમ બ્રાંચે રેડ પાડી. હમીદાબાનુ શેખ નામની મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ. 45.890 ગ્રામ MD ડ્રગ્સ કબજે જેની કિંમત રૂ.1.37 લાખ હોવાનું કહેવાય છે તે કબજે કરાયું. 581 ગ્રામ મિક્સર પદાર્થ સહિત કુલ રૂ.1.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઘરેથી જ MD ડ્રગ્સનું વેચાણ કરતી હોવાની મહિલાએ કબૂલાત કરી છે. ડ્રગ્સ ક્યાંથી લાવતી હતી તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button