આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ


હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશન હતુ તે લો પ્રેશર એરિયા બની ગયું છે જેના કારણે મધ્ય ગુજરાતને હાલ મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. આજે પણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આજે કચ્છ,સુરેંદ્રનગર,મહેસાણા,ગાંધીનગર,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ખેડામાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આમાંથી કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસતાં પુર જેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે.
હવામાન વિભાગે અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાનો સમાવેશ થાય છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે વાવ-થરાદ,બનાસકાંઠા,પાટણ,મોરબી,રાજકોટ,અમરેલી,બોટાદ,ભાવનગર,અમદાવાદ,આણંદ,પંચમહાલ,દાહોદ,વડોદરા
ભરૂચ,છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આજે , દ્વારકા,જામનગર, પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ,દીવ, નર્મદા,તાપી,ડાંગ,સુરત,નવસારી,વલસાડ, દમણ યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આજે રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અમદાવાદ, ગાંધીનગર,રાજકોટ, સુરત સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે.
24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પાંચ તાલુકામાં 10થી 15 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો 30 તાલુકાઓમાં 4થી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો 72 તાલુકામાં 2થી 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.




