Top In Ahmedabad

‘બપોરે 1:11 વાગે બોમ્બ બ્લાસ્ટ થશે’ અમદાવાદની ઘણી સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી, વાલીઓમાં દોડધામ

અમદાવાદમાં વધુ એક વાર બોમ્બ ધમકીનું ભૂત ધૂણ્યું છે. સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ તથા ચાંદખેડાની પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, વિધા ભારતી સ્કૂલ અને સી.એન વિધાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં દોડધામ મચી હતી. ઈમેલ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે વાલીઓમાં દોડધામ મચી હતી અને પોતાના બાળકોમાં લેવા તાબડતોબ પહોંચ્યાં હતા.

ગત વખતની ઘટનાઓની જેમ આ વખતે પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી ઈમેલ પર આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જોકે તપાસમા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી.

પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈને પણ ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે ઈમેલ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ પોતાના બાળકને દલજીતના કોન્સર્ટમાં ન મોકલે અને સ્કૂલમાં બપોરે 1:11 વાગે બોમ્બ બ્લાસ્ટ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.બોમ્બની ધમકીને પગલે સ્થાનિક પોલીસ કાફલો, સેક્ટર અધિકારીઓ, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડની ટીમ શાળાઓના પરિસરમાં પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર સ્કૂલ બિલ્ડિંગ, વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ એરિયાને કોર્ડન કરીને સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button