Business

ખાદ્યતેલ-સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બા દીઠ આટલા રૂપિયાનો વધારો, જાણો કોના પર પડશે માર?

જન્માષ્ટમી બાદ ખાદ્યતેલ-સિંગતેલના ભાવમાં વધારો થયો છે. રૂ. 50ના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3050 થયો જ્યારે રૂ. 25ના વધારા સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 2850 પર પહોંચ્યો છે.

હકીકતમાં રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદની ખેંચ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં મગફળી અને કપાસિયાની આવકમાં ઘટાડો થયો છે તેને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો હતો.રાજ્યના અલગ અલગ શહેરોમાં ડબ્બાનો અલગ અલગ ભાવ છે પરંતુ નવા વધારા સાથે રાજકોટમાં ડબ્બાનો ભાવ રૂ. 3050 થયો છે. આવી સ્થિતિમાં તેલ લોકોનું તેલ કાઢી નાખશે એમ કહીએ તો ખોટું નહીં ગણાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button