Business

 ઉલટી ગંગા જેવો ઘાટ : શાકભાજી કરતાં ફળો સસ્તાં, ડૂંગળી-ટમેટા-બટાકાનો ભાવ આસમાને, ક્યાં સુધી રહેશે સ્થિતિ?

સામાન્ય રીતે ફળો કરતા શાકભાજી સસ્તાં હોય છે પરંતુ તાજેતરમાં ફળો કરતાં શાકભાજી મોંઘા બની ગયા છે. ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો આવતાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગરીબોની કસ્તૂરી ગણાતી ડૂંગળી પણ આસમાને આંબી રહી છે. છૂટક બજારમાં ડૂંગળીનો ભાવ પ્રતિ કિલોએ 70-80 રુપિયા પર પહોંચી ગયો છે જ્યારે સંતરાનો ભાવ કિલો દીઠ 40-50 કિલો છે.

ચોમાસામાં વધુ વરસાદને કારણે અથવા ઉનાળામાં ભારે ગરમીને કારણે જ્યારે શાકભાજીનો પાક બગડી જાય છે, ત્યારે શાકભાજીના ભાવ (જેમ કે ટામેટાં, ડુંગળી, બટાકા) આસમાને પહોંચી જાય છે. આવી સ્થિતિમાં તે સમયે મળતા સીઝનલ ફળો શાકભાજી કરતા પણ સસ્તા લાગે છે.

વટાણા ₹150 સુધી, આદુ ₹180 સુધી પહોંચ્યાં!

વટાણા: ₹140-150 પ્રતિ કિલો

આદુ: ₹160-180 પ્રતિ કિલો

લીંબુ: ₹100-120 પ્રતિ કિલો

પરવળ: ₹120-140 પ્રતિ કિલો

ગુવાર: ₹70-80 પ્રતિ કિલો

તુવેર: ₹70-100 પ્રતિ કિલો

કાંદા: ₹70-80 પ્રતિ કિલો

ચોળી: ₹40-50 પ્રતિ કિલો

મરચાં: ₹40-50 પ્રતિ કિલો

ભીંડા: ₹40-50 પ્રતિ કિલો

ફળોના ભાવની સંપૂર્ણ યાદી

મોસંબી ₹50-60, સફરજન ₹250 સુધી!

મોસંબી: ₹50-60 પ્રતિ કિલો

જામફળ: ₹40-80 પ્રતિ કિલો

પાઈનેપલ: ₹70-80 પ્રતિ કિલો

તરબૂચ: ₹40-50 પ્રતિ કિલો

સંતરા: ₹70-80 પ્રતિ કિલો

સીતાફળ: ₹100-120 પ્રતિ કિલો

પપૈયાં: ₹80-100 પ્રતિ કિલો

સફરજન (કાશ્મીરી): ₹100-120 પ્રતિ કિલો

ડ્રેગન ફ્રૂટ: ₹120-150 પ્રતિ કિલો

સફરજન (શિમલા): ₹200-250 પ્રતિ કિલો

મે મહિનાની સરખામણીમાં ભાવ બમણાં

અમદાવાદમાં શાકભાજીના ભાવ મે મહિનાની સરખામણીમાં બમણા થઈ ગયા છે, જેના કારણે ગૃહિણીઓ અને ખેડૂતો બંને મુશ્કેલીમાં મુકાયા છે. ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે આદુ 200 રૂપિયા પ્રતિ કિલો અને ગવાર 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. કોથમીરનો ભાવ પણ 120 રૂપિયાથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ ભાવ વધારા પાછળ પાકમાં ઘટાડો, પરિવહન ખર્ચમાં વધારો અને વધતી માંગ જેવા અનેક પરિબળો જવાબદાર છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને ઉત્પાદનનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી, જ્યારે ગૃહિણીઓનું કહેવું છે કે શાકભાજી ખરીદવી ખૂબ મોંઘી બની ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button