TAFF દ્વારા દિવાળી ગેટ-ટુગેધરનું ભવ્ય આયોજન, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો અને મીડિયા જગતના મિત્રો રહ્યા ઉપસ્થિત


અમદાવાદમાં TAFF (Travel, Art, Fashion & Food) દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે ખાસ ગેટ-ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 નવેમ્બરના રોજ પ્રહલાદનગર સ્થિત મહારાજા માણેકચોકવાલા રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ ખાસ સ્નેહમિલન સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, મીડિયા જગતના મિત્રો તેમજ વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી જાણીતી હસ્તીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ફિલ્મ અને મીડિયા જગત સાથે જોડાયેલા મિત્રો એક મંચ પર એકત્રિત થતાં સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
દિવાળીના તહેવારની ખુશીઓ વહેંચવા અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાદિષ્ટ ભોજન, હળવી વાતચીત, હાસ્ય-વિનોદ અને મિત્રતાભરી પળો સાથે સૌએ આ સાંજને યાદગાર બનાવી હતી.
કાર્યક્રમનું યજમાનપદ કિશોર આચાર્ય દ્વારા સંભાળવામાં આવ્યું હતું. મહેમાનોની ઉત્સાહભરી ઉપસ્થિતિ અને સહકારથી આ આયોજન યાદગાર બન્યું હતું. આમ, દિવાળીની ખુશીઓ, મિત્રતા અને આત્મીયતાના માહોલ વચ્ચે TAFFનું આ ગેટ-ટુગેધર સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.




