Entertainment

કાલે રિલીઝ નહીં થાય ‘The Kerala Story 2’, મેકર્સને હાઈકોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો

વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ ના મેકર્સને કેરળ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે ફિલ્મ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને અરજદારની અરજી પર વિચાર કરવા અને આગામી બે અઠવાડિયામાં આ મામલે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. ફિલ્મ સામે ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેનું સેન્સર સર્ટિફિકેટ રદ્દ કરવા અને તેની રિલીઝ અટકાવવાની માંગ કરવામાં આવી હતી.

અરજદારોએ દલીલ કરી હતી કે ફિલ્મ કેરળ રાજ્યની ખોટી છબી દર્શાવે છે અને તેની રિલીઝથી સાંપ્રદાયિક તણાવ ભડકી શકે છે. કેસની સુનાવણી કરતા ન્યાયાધીશ કુરિયન થોમસની સિંગલ બેન્ચે કહ્યું કે પહેલી નજરે એવું લાગે છે કે CBFCએ ફિલ્મને સર્ટિફિકેટ આપતી વખતે વિવેકબુદ્ધિથી કામ નથી કર્યું.

તેથી કોર્ટે CBFCને અરજદારો દ્વારા દાખલ કરાયેલી રિવિઝન અરજી પર બે અઠવાડિયામાં વિચાર કરવાનો નિર્દેશ આપ્યો. જ્યાં સુધી CBFC નવો આદેશ ન આપે ત્યાં સુધી કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે જણાવ્યું હતું કે તે સામાન્ય રીતે ફિલ્મની રિલીઝમાં દખલ કરવાનું ટાળે છે, પરંતુ જ્યારે કોઈ ફિલ્મની સામગ્રીમાં કથિત રીતે સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાની ક્ષમતા હોય છે, ત્યારે તેને દરમિયાનગીરી કરવાની ફરજ પડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button