Top In Ahmedabad

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ના 21મા સમારોહ હોટેલ ઉલોજયા સિન્ધુ ભવન માં યોજાયો

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ના 21મા સમારોહ હોટેલ ઉલોજયા સિન્ધુ ભવન માં યોજાયો , જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપ ગુજરાત રાજ્ય પાર્ટીના ઉપપ્રમુખ શ્રી ગોરધન ઝડફીયા અને સાણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરીયન નિગમ ચૌધરી ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે અને ઇન્ડક્શન ઓફિસર આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન વિસ્મિક શાહ હાજર રહ્યા રોટરી મેંજેસ્ટી પ્રમુખ ગુણવંત ઢોલરીયા સેક્રેટરી પ્રદીપ તિવારી અને બોર્ડ મેમ્બર શપથ લઇ પોતાના હોદ્દા પ્રમાણે આવનારા સમય માં સેવાકીય કામ કરશું એની ખાતરી આપી.

આ પ્રસંગે 34 નવા સભ્યોને મેજેસ્ટિ ક્લબમાં જોડવામાં આવ્યા હતા .

ગત વર્ષના થયેલા સેવાકીય કાર્યો અને ચાલુ વર્ષ તથા આવનારા સમયમાં નવા પ્રમુખ ગુણવંત ઢોલરીયા દ્વારા માય વિઝન અંતર્ગત કેવા પ્રકારના સેવાના કામ કરવાના છીએ એની રૂપરેખા ઉપસ્થિત 250 લોકો વચ્ચે જાહેરાત કરી.

ખાસ કરીને રોટરી ડિસ્ટ્રિક્ટ ના આ વર્ષના કેન્સર અંતર્ગત સેવાના કાર્યમાં મેજેસ્ટિ ક્લબ વધારેમા વધારે પ્રયત્ન કરી જરૂરિયાતવાળા કેન્સરના દર્દીઓ સુધી પહોંચવાની ખાતરી આપી.

આ પ્રસંગને યાદગાર તથા અસાધારણ બનાવવા માટે રોટરી મેજેસ્ટીની આ વર્ષની બોર્ડ મેમ્બર ની ટીમ પ્રમુખ ગુણવંત ઢોલરીયા ની સાથે સેક્રેટરી *પ્રદિપ તિવારી, ફર્સ્ટ લેડી ખ્યાતિ ઢોલરીયા ટ્રેઝરર અમર ગંગદેવ વાઈસ પ્રેસિડેન્ટ નિરાલી પંડ્યા , ચાર્ટર મેમ્બર પાસ્ટ પ્રેસિડેન્ટ બોર્ડ મેમ્બર્સ *દેવેન્દ્ર મહેતા* ,ડોક્ટર ભાવિન રામી, યશ મહેતા, મનીષ સોનારા, અર્પણ શાહ, વિજયસિંહ ગોહિલ, મયુર ઠક્કર, આઈ પી પી માનસી શાહ, ક્લબ ટ્રેનર ડોક્ટર મુકેશ બાવીશી પૂર્વ પ્રમુખ મહેન્દ્ર મહેતા, નયન અધ્યારુ તથા અન્ય સભ્યો અને આલ્ફા રિયાલિટી ના તમામ સ્ટાફ મેમ્બર વરુણ, અર્ચના, સૌરવ સાથે તમામ સ્પોન્સર્સ નો ખુબ ખુબ ફાળો અને તનતોડ મહેનત જવાબદાર છે ક્લબ બધા જ નો ખુબ ખુબ આભાર માને છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button