EPFOએ રૂપિયા વિડ્રોલ કરવા માટેના નિયમોમાં કર્યો ફેરફાર, ખાતાધારકોને કેવી રીતે થશે ફાયદો?


EPFOએ પૈસા કાઢવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આનો લાભ તેના 30 કરોડ સબ્સ્ક્રાઇબર્સને મળશે. 13 ઓક્ટોબરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની મીટિંગમાં વિથડ્રૉલના નિયમોમાં ફેરફારને મંજૂરી મળી છે. CBT EPFO સાથે જોડાયેલા મોટા નિર્ણયો લે છે. વિથડ્રૉલના નિયમોમાં શું ફેરફાર થયો છે? તેનો પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા કરોડો લોકોને શું લાભ થશે? આ પ્રશ્નોના જવાબ જાણીએ.
નવા નિયમોમાં વિડ્રૉલ માટે માત્ર ત્રણ શરતો-પ્રથમ, EPFOએ વિડ્રૉલની જૂની શરતોમાં ફેરફાર કર્યો છે. પહેલા સારવાર, શિક્ષણ, લગ્ન સહિત ઘણી શરતો હતી, જેનો ઉપયોગ EPFOના સબ્સ્ક્રાઇબર્સ EPFમાં જમા પૈસા કાઢવા માટે કરતા હતા. હવે તેમની જગ્યાએ માત્ર ત્રણ શરતો નક્કી કરવામાં આવી છે. તેમાં Essential Needs, Housing Needs અને Special Circumstances (ખાસ પરિસ્થિતિઓ)નો સમાવેશ થાય છે.
પૈસા કાઢવામાં હવે વધુ સમય નહીં લાગે-એક્સપર્ટ્સનું કહેવું છે કે, પહેલા વિડ્રૉલની ઘણી શરતો હોવાને કારણે ઘણી ગૂંચવણ થતી હતી. આથી સબ્સ્ક્રાઇબર્સના વિડ્રૉલ એપ્લિકેશનના અપ્રૂવલમાં ઘણો સમય લાગતો હતો. ઘણી વખત તેમનું એપ્લિકેશન રિજેક્ટ થઈ જતું હતું. નિયમોમાં ફેરફાર પછી આ મુશ્કેલી દૂર થવાની આશા છે. EPFOના કરોડો સબ્સ્ક્રાઇબર્સ જરૂર પડે ત્યારે તેમના EPF એકાઉન્ટમાં જમા પૈસા કાઢી શકશે. તેમાં વધુ સમય નહીં લાગે. સાથે જ આખી પ્રક્રિયા પહેલા કરતા વધુ પારદર્શક (Transparent) હશે.
એકાઉન્ટમાં જમા 75% પૈસા કાઢવાની મંજૂરી-બીજો મોટો ફેરફાર વિથડ્રૉલ લિમિટ સાથે જોડાયેલો છે. તેનો અર્થ એ છે કે EPFOના સબ્સ્ક્રાઇબર્સ તેમના EPF એકાઉન્ટમાં જમા પૈસામાંથી મેક્સિમમ કેટલા પૈસા કાઢી શકે છે. નવો નિયમ સબ્સ્ક્રાઇબર્સને તેમના EPF એકાઉન્ટમાંથી 100% પૈસા કાઢવાની મંજૂરી આપે છે. તેમાં એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંનેનું કન્ટ્રિબ્યુશન સામેલ છે. જોકે, એમ્પ્લોયીના હિતમાં આ નક્કી કરવામાં આવ્યું છે કે, તેના EPF એકાઉન્ટમાં એમ્પ્લોયી ઓછામાં ઓછા 25% બેલેન્સ મેન્ટેન કરવું પડશે. તેનો અર્થ એ છે કે સબ્સ્ક્રાઇબર તેના EPF એકાઉન્ટમાં જમા 75% પૈસા કાઢી શકશે.
માત્ર 12 મહિના સર્વિસ પિરિયડ વિડ્રૉલ માટે જરૂરી હશે-ત્રીજું, સર્વિસ રિક્વાયરમેન્ટને પણ સરળ બનાવવામાં આવી છે. પહેલા EPF એકાઉન્ટમાંથી પૈસા કાઢવા માટે ઘણા વર્ષોનો સર્વિસ પિરિયડ જરૂરી હતો. નવા નિયમમાં તમામ પ્રકારના વિડ્રૉલ માટે સર્વિસ પિરિયડને ઘટાડીને માત્ર 12 મહિના કરી દેવામાં આવ્યો છે. પહેલા લગ્ન સાથે જોડાયેલા વિથડ્રૉલ માટે 7 વર્ષનો સર્વિસ પિરિયડ અને ઘર ખરીદવા માટે વિથડ્રૉલ માટે 5 વર્ષનો સર્વિસ પીરિયડ જરૂરી હતો. એક્સપર્ટ્સનું કહેવું છે કે, નવા નિયમથી વિડ્રૉલ માટે એમ્પ્લોયીને ઘણા વર્ષો સુધી રાહ જોવી નહીં પડે.
પૈસા કાઢવા માટે કોઈ કારણ કે દસ્તાવેજની જરૂર નહીં પડે-વિડ્રૉલ માટે ‘Special Circumstances’ એટલે કે, ખાસ પરિસ્થિતિઓની જે શરત સામેલ કરવામાં આવી છે, તેનાથી સબ્સ્ક્રાઇબર્સને ઘણો લાભ થશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ શરત હેઠળ એમ્પ્લોયી માટે એ જણાવવું જરૂરી નહીં હોય કે, તે કયા કામ માટે પૈસા કાઢવા માંગે છે. પહેલા ખાસ પરિસ્થિતિઓ હેઠળ કુદરતી આફત, બેરોજગારી અને બીજી પ્રકારની ઇમર્જન્સી આવતી હતી. સબ્સ્ક્રાઇબરને પુરાવા તરીકે ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા પડતા હતા. આ કારણે પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હતો. હવે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાની જરૂર નહીં હોય.
લગ્ન અને શિક્ષણ માટે વિડ્રૉલની લિમિટ વધારી-લગ્ન અને શિક્ષણ માટે પૈસા કાઢવાની લિમિટ વધારી દેવામાં આવી છે. હવે સબ્સ્ક્રાઇબર્સ શિક્ષણ માટે 10 ગણા અને લગ્ન માટે 5 ગણા વિથડ્રૉલ કરી શકે છે. પહેલા માત્ર કુલ ત્રણ વિથડ્રૉલની મંજૂરી હતી. પ્રી-મેચ્યોર ફાઇનલ સેટલમેન્ટ અને પેન્શન વિથડ્રૉલની ટાઇમલાઇનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
નોકરી છોડ્યા પછી 12 મહિના પછી સેટલમેન્ટ માટે એપ્લાય કરવું પડશે-અનો અર્થ એ છે કે, હવે સબ્સ્ક્રાઇબર્સ નોકરી છોડ્યા પછી 12 મહિના પછી PF સેટલમેન્ટ માટે એપ્લાય કરી શકે છે. પેન્શન વિથડ્રૉલ માટે તે 36 મહિના પછી એપ્લાય કરી શકે છે. પહેલા સબ્સ્ક્રાઇબર નોકરી છોડ્યા પછી 2 મહિના પછી એપ્લાય કરી શકતો હતો. તેનો અર્થ એ છે કે, નવો નિયમ પહેલા કરતા કડક બની ગયો છે.




