GUJARAT

વડોદરામાં ભયંકર રોડ અકસ્માત, લક્ઝરી બસ અને ટ્રક અથડાતા 6નાં કમકમાટીભર્યા મૃત્યુ, 13 ઘાયલ

વડોદરામાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કોટમબી સ્ટેડિયમ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 31 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. NDRF, SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

વડોદરાના કોટમબી સ્ટેડિયમ નજીક આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસે ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસમાં બેઠેલા મુસાફરોમાં ચીચીયારી મચી ગઇ હતી અને નાસભારનો માહોલ સર્જાયો હતો.

અકસ્માતમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 31 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 3 લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યૂ ટીમોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી.અકસ્માતના કારણે હાલોલથી વડોદરા તરફ આવતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કરીને વાહન વ્યવહારને સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

મૃતકોના સગા-સંબંધીઓ પણ SSG હોસ્પિટલ પહોંચી ગયા છે. ગંભીર ઈજાગ્રસ્તોની સ્થિતિને જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.  વડોદરામાં સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે અનેક પરિવારોને શોકમાં મૂકી દીધા છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

હાઇ સ્પીડ બસ ટ્રક સાથે અથડાઈ
પ્રાથમિક માહિતી મુજબ, આજે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. હાઇવે પર દોડી રહેલી એક લક્ઝરી બસ અચાનક જ એક ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ ગઈ. ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ તૂટી ગયો. આ જોરદાર ટક્કરને કારણે બસમાં બેઠેલા પાંચ લોકોના મોત થયા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button