Business
શેરબજારને પસંદ ન આવ્યું બજેટ? સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો કડાકો


બજેટમાં F&O રોકાણો પર STT વધારવામાં આવ્યો છે. તે પાછલા બજેટમાં પણ વધારવામાં આવ્યો હતો. આ વખતે તે 0.1% થી વધારીને 0.15% કરવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 700 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. કેપિટલ ક્ષેત્રમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. BSE અને Groww જેવા શેરોમાં હાહાકાર જોવા મળી રહી છે. વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 25,000 ની નજીક છે, જ્યારે સેન્સેક્સ 82,000 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે.




