અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો


ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ર મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચના પગલે એરપોર્ટ પર 350 ફ્લાઈટ્સ એક્સ્ટ્રા શિડ્યુલ કરાઇ છે. એરપોર્ટ પર પણ યાત્રીનો ધસારો વધી ગયો છે. અમદાવાદમાં સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 3 વાગ્યાથીપ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં .કૂલ 5400 સીટનું 80 ટકા બુકિંગ થઇ ગયું છે. ટી-20 ફાઈનલ મેચમાં લોકોના ધસારાને જોતા સવારે 10 વાગ્યાથી જનપથ ટી સર્કલથી સ્ટેડિયમના ગેટ સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવશે, કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો રસ્તો પણ બંધ કરાયો છે. મેચને લઇને સ્ટેડિયમથી દોઢ કિલોમીટરના અંતરે 6 હજાર વાહનોની ક્ષમતાવાળું પેઈડ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
મેચને ધ્યાનમાં રાખી અમદાવાદમાં દર 7 મિનિટે મળશે મેટ્રો ટ્રેન દોડવાનું અયોજન કરવામાં આવ્યું છે. 12થી 15 મિનિટે સિટિ બસ પણ મળશે..તો મેચ પૂર્ણ થયા બાદ લોકલ ટ્રાંસપોર્ટ રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ટી-20 ફાઈનલ મેચને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. બે હજાર પોલીસ સહિત ટ્રાફિક નિયમન માટે 800 ટ્રાફિક પોલીસકર્મી,4 બૉમ્બ સ્ક્વૉડ તૈનાત કરવામાં આવ્યાં છે. તો કોઇ પણ ઈમર્જન્સીને પહોંચી વળવા માટે માટે 8 ફાયર બ્રિગેડની ગાડીઓ,55 ફાયરનો સ્ટાફ અને 6 એમ્બ્યુલંસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આજે અમદાવાદમાં ફાઇનલ મેચ યોજાઇ રહી છે ત્યારે અમદાવામાં હવામાન કેવું રહેશે, તે અંગે જાણીએ ઉત્તર ભારતમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં..અમદાવાદમાં ભેજનું પ્રમાણ 43 ટકાથી વધીને 75 ટકા પહોંચ્યું છે. 24 કલાક પછી ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી. નોંધાયું હતું.



