Top In Ahmedabad
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી


અમદાવાદ, રાજકોટ અને વડોદરા RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બપોરે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ધમકી મળતા તમામ RTO ખાલી કરાવવામાં આવ્યા હતા.
અધિકારીઓ-કર્મચારી, અજરદારોને બહાર કઢાયા હતા. હાલમાં તમામ RTOમાં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ટેસ્ટ માટે આવેલા અરજદારોને બહાર કઢાયા હતા.




