ફરી વધી ગયા LPG સિલિન્ડરના ભાવ ? બુકિંગ કરતા પહેલા ચેક કરી લો આજનો ભાવ


આજે એટલે કે 20 એપ્રિલે પણ દેશભરમાં LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને ભાવ યથાવત છે. દરમિયાન સરકારે ખાતરી આપી છે કે, મિડલ ઈસ્ટમાં બદલાતી પરિસ્થિતિ છતાં દેશમાં ગેસનો પુરવઠો અવિરત ચાલુ રહેશે.
દેશમાં ફ્યુઅલની ઉપલબ્ધતા અંગે, સરકારે જનતાને શાંત રહેવાની અપીલ કરી છે. મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેટ્રોલ, ડીઝલ અથવા LPGની ગભરાટથી ખરીદી કરવાની કોઈ જરૂર નથી.
સરકારના જણાવ્યા અનુસાર, તે દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી થાય તે સુનિશ્ચિત કરવા માટે સતત તેના સ્તરે કામ કરી રહી છે. સરકાર દરિયાઈ માર્ગોની સુરક્ષા પર પણ સતત નજર રાખી રહી છે.
ગુજરાતમાં LPGના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં ઘરેલુ ગેસ સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમત હાલ 920 રૂપિયા છે, તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર (19 કિગ્રા)ની કિંમત 2098 રૂપિયા છે.
સરકારના જણાવ્યા મુજબ, દેશમાં LPGનો પુરવઠો સામાન્ય છે, અને કોઈપણ ડેપો પર સિલિન્ડરની અછત નથી. તાજેતરના દિવસોમાં બુકિંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ પુરવઠા પર કોઈ અસર પડી નથી. વધુમાં કાળાબજારને રોકવા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે OTP-આધારિત બુકિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.




