Lifestyle

વાસી થૂંક લગાવાથી મટી જાય છે ખીલ? જાણો કેટલું અસરકારક છે

બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા આજકાલ એક ખાસ કારણસર ચર્ચામાં આવી છે. એક ઇન્ટરવ્યુમાં આ એક્ટરએ દાવો કર્યો કે તે તેના ખીલ મટાડવા માટે વાસી થૂંક લગાવે છે. તમન્ના કહે છે કે આ ઉપાય અજબ લાગે છે પરંતુ તે તેને દર વખતે ફાયદો મળે છે. તમે ઘણીવાર દાદી કે નાનીને આવું કરવાની સલાહ આપતા સાંભળ્યા હશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ તરકીબ ખરેખર ફાયદાકારક છે? શું વાસી થૂંક લગાવવાથી ખરેખર ખીલ મટે છે?

સ્કિનના એક્સપર્ટ લોકો દિવસમાં બે વાર હળવા ફેસ વોશથી ચહેરો સાફ કરવાની સલાહ કરે છે.

ખીલને વારંવાર અડશો નહી અને ફોડશો નહીં. આનાથી ત્વચા પર ડાઘ પડે છે. ડર્મેટોલોજિસ્ટની સલાહ લો.

આ બાબતે ડોક્ટરે કહ્યુ કે, ‘સવારના થુકમાં રાતભરના એકઠા થયેલા એન્ઝાઇમ અને બેક્ટેરિયા હોય છે. તેમાં લાઇસોઝાઇમ નામનું એન્ઝાઇમ હોય છે, જેને હળવું એન્ટી-બેક્ટેરિયલ માનવામાં આવે છે.’ આ જ કારણ છે કે કેટલાક લોકો માને છે કે તે પિમ્પલ્સના બેક્ટેરિયાને મારી શકે છે. જો કે દરેક વ્યક્તિની લાળમાં બેક્ટેરિયાનું અલગ મિશ્રણ હોય છે. ખાસ કરીને તમારી ત્વચા સંવેદનશીલ હોય તો આ બેક્ટેરિયા ચેપ, લાલાશ વધારી શકે છે.

ડૉક્ટર કહે છે, ખીલ હંમેશા બેક્ટેરિયાને કારણે થતા નથી. હોર્મોનલ ફેરફારો, તૈલી ત્વચા અથવા ખરાબ ડાઇટ પણ ચહેરા પર ખીલ વધારો કરે છે. આ રીતે થૂક લગાવવાનો કોઈ ફાયદો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button