Sports

IPLમાંથી ધોની ક્યારે સંન્યાસ લેશે? ખુદ માહીએ કર્યો ખુલાસો

IPL ની નવી સીઝન શરૂ થવામાં હજુ ઘણા મહીનાઓની વાર છે .પરંતુ લોકોમાં ધોનીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.5 5 વખત CSKને ફાઈનલ જીતાડવા વાળા ધોની આગળની સીઝનમાં રમશે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

IPL ની આગામી સીઝન શરૂ થવામાં હજુ ઘણા મહિના બાકી છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની વિશે ચાહકોમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. પાંચ વખત CSK માટે IPL ટાઇટલ જીતનાર ધોની આગામી સીઝનમાં રમશે કે નહીં તે હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.

ધોનીના જવાબ પછી ફેન્સ એક ચાહકે જોરથી બુમ પાડીને કહ્યું.”તમારે રમવુ પડશે સર” પછી ધોનીએ મજાકીય અંદાજમાં કહ્યું જે આ ઘૂંટણાં દુખે છે એની ચિંતા કોણ કરશે.IPL 2023માં ચેન્નઈની જીત બાદ ધોનીએ મુંબઈમાં તેના ઘૂંટણી સર્જરી કરાઈ હતી.સર્જરી પછી ધોનીએ 2024 અને 2025માં તે રમ્યો હતો પરંતુ મોટાભાગની મેચોમાં તેની નીચેના ક્રમમાં બેટિંગ કરી હતી.સર્જરી પછી ધોનીની રન લેવાની સ્પીડ પણ સ્લો થઈ ગઈ હતી.

IPL 2025 માં, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઘાયલ થયા હતા અને સીઝનની અધ્ધ વચ્ચે છોડી બહાર થઈ ગયા હતા, ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ફરીથી કેપ્ટનશીપ સંભાળી હતી. ધોની કેપ્ટન બન્યા પછી પણ, છેલ્લી સીઝનમાં ટીમની સ્થિતી બદલાઈ નહીં અને તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહ્યું હતું. હવે એમએસ ધોની અને ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈમાં ટીમ મેનેજમેન્ટ સાથે બેઠા છે અને IPL 2026 માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button