National

સપ્ટેમ્બરથી ભારતીય રેલ્વે માં ક્રાંતિ:આવી રહી છે વંદે ભારત સ્લીપર ટ્રેન!

સપ્ટેમ્બરથી શરૂ થશે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન! ભારતીય રેલ્વેદ્વારા આગામી મહિને, એટલે કે સપ્ટેમ્બરથી, દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થવા જઈ રહી છે. સફળ ટ્રાયલ રન બાદ હવે આ ટ્રેન મુસાફરોની સેવા માટે તૈયાર છે. જો કે, આ ટ્રેન કયા રૂટ પર દોડશે તેની જાહેરાત હજુ કરવામાં આવી નથી.
રેલ્વે મંત્રીએ કરી જાહેરાત:
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૫થી વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન શરૂ થશે. તેમણે કહ્યું કે પ્રથમ રેકનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં અંતિમ ટેકનિકલ પરીક્ષણો ચાલી રહ્યા છે. આ ટ્રેન ૧૮૦ કિમી/કલાકની મહત્તમ ઝડપે દોડી શકે છે, જે મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે.

ત્રણ શ્રેણીઓમાં સુવિધાઓ :

આ ટ્રેનમાં કુલ ૧૬ કોચ હશે, જે મુસાફરોની જરૂરિયાત મુજબ ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે:

એસી ફર્સ્ટ ક્લાસ (AC First Class):
આ કોચમાં ૨૪ સ્લીપર સીટ હશે, જે પ્રીમિયમ અને સૌથી આરામદાયક સુવિધા આપશે.

એસી સેકન્ડ ટાયર (AC Second Tier):
આ કોચમાં ૧૮૮ સ્લીપર સીટ હશે, જે મધ્યમ સ્તરની સુવિધાઓ સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે.

એસી થ્રી ટાયર (AC Three Tier):
આ કોચમાં ૬૧૧ સ્લીપર સીટ હશે, જેમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે.

રેલ્વે ના જણાવ્યા અનુસાર, રેકની ડિઝાઇન મુજબ આ ટ્રેનમાં કુલ ૮૨૩થી ૧૧૨૮ મુસાફરોની ક્ષમતા હશે.

અન્ય ખાસ સુવિધાઓ:

આ ટ્રેનની ડિઝાઇન એરક્રાફ્ટ જેવી હશે, જેમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

સુરક્ષા:
સીસીટીવી કેમેરા, ઓટોમેટિક દરવાજા, અને વિઝ્યુઅલ ઇન્ફર્મેશન સિસ્ટમ જેવી સુવિધાઓ છે.

સફાઈ:
ટચ-ફ્રી બાયો-વેક્યુમ ટોયલેટની સુવિધા ઉપલબ્ધ છે.

આરામ:
દરેક સીટ પર ચાર્જિંગ પોર્ટ, રીડિંગ લાઇટ્સ અને એટેન્ડન્ટ માટેનું બટન હશે.

ખાસ સુવિધા:
ભારતીય રેલ્વે માં પ્રથમ વખત, એસી ફર્સ્ટ ક્લાસના મુસાફરો માટે ગરમ પાણીના શાવરની પણ સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત, ઓન-બોર્ડ વાઈ-ફાઈ અને દિવ્યાંગો માટે અનુકૂળ બર્થ અને શૌચાલયની સુવિધા પણ હશે…
તો તૈયાર થઈ જાવ, અદ્ભુત મુસાફરી નો આનંદ માણવા….

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button