Top In Ahmedabad
જમાલપુર કબાડી માર્કેટ ના 4800 ચો. વાર જગ્યા ઉપર ફરી વળસે બુલડોઝર.

જમાલપુર કબાડી માર્કેટ પાસે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (AMC)ની કરોડો ની જમીન.પર ગેરકાયદેસર મકાનો અને ઝૂંપડાઓ બન્યા છે. આશરે ૪૮૦૦ ચોરસ વાર જમીન પર આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આ જમીન ૧૯૯૦ માં કુરેશી પાર્ક સોસાયટી ને ફાળવવામાં આવી હતી. હજુ સુધી રકમ ન ચૂકવતાં, AMC એ તેમને વૈકલ્પિક જગ્યા ની ઓફર સાથે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ જગ્યા ખાલી ન કરાતા AMC એસ્ટેટ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે આક્રમક કાર્યવાહી કરશે. આ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે અંગે ની માહિતી હજુ આપવામાં આવી નથી. પરંતુ નજીક નાં સમય માં આ અંગે માહિતી જાહેર કરવામાં આવશે.
વધુ સમાચાર અને માહિતી માટે @mindianews01 ને follow કરો….




