GUJARAT

ભુજમાં સંસ્કાર કોલેજ બહાર થયેલા હુમલામાં ઘાયલ વિદ્યાર્થિનીનું મોત, યુવક સારવાર હેઠળ

અમદાવાદ, મહીસાગર, સાબરકાંઠા બાદ ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં ગુરુવારે (28 ઓગસ્ટ) અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની અને 22 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હુમલાની ઘટના કોલેજ સંકુલ બહાર ગેટ પાસે બની હતી. ઈજાગ્રસ્ત યુવક-યુવતીને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર આજે વિદ્યાર્થિની સાક્ષી ખાનિયાનું મોત નીપજ્યું હતું. પોલીસે ગાંધીધામના આરોપી મોહિત સિદ્ધપુરાને ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ પોલીસે તપાસ હાથ ધરી છે. 

ભુજની સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજના ગેટ બહાર ગુરુવારે (28 ઓગસ્ટ) વિદ્યાર્થિની અને એક યુવક પર છરી વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કોલેજના સંચાલકે જણાવ્યું હતું કે, ‘કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આજે સાંજે શિક્ષણકાર્ય પૂરું થતાં કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જઈ રહી હતી. જ્યાં કોલેજના ગેટ પાસે વિદ્યાર્થિની પહોંચી ત્યારે અંજાર બાજુના રહેવાસી બે યુવકો ત્યાં આવ્યા હતા.’

સમગ્ર ઘટના પગલે વિદ્યાર્થિનીના ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે જયેશ જયંતિજી ઠાકોર નામના યુવકને પેટ સહિતના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી મળી આવેલા ઈજાગ્રસ્ત યુવકના બાઈક પાછળ પોલીસના કલરકોડવાળા રેડિયમ ઈન્ડિકેટરમાં ઠાકોર લખેલું હોવાનું જણાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button