Sports

આજથી એશિયા કપનો પ્રારંભ, આ દિવસે ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ મેચ?

એશિયા કપની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 20 દિવસ સુધી ચાલશે, જેમાં 8 ટીમો વચ્ચે કુલ 19 મેચ રમાશે. એશિયા કપની પ્રથમ મેચ (Tomorrow Asia Cup Match) અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે, જ્યારે ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે (India First Match Asia Cup) રમશે. એશિયા કપ 2025ની પ્રથમ મેચ 09 સપ્ટેમ્બર, મંગળવારે રમાશે. ભારતીય ટીમ બુધવાર, 10 સપ્ટેમ્બરે પહેલી મેચ રમશે. ત્યારબાદ ભારતીય ટીમનો આગામી મુકાબલો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે. છેલ્લા એટલે કે 2023 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું.

બધાની નજર 14 સપ્ટેમ્બરે રમાનારી એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પર પણ રહેશે. આ પછી બંને કટ્ટર હરીફ સુપર-4 તબક્કામાં પણ આમને-સામને આવી શકે છે. એક તરફ ટીમ ઈન્ડિયા 9મી વખત એશિયા કપ ટ્રોફી જીતવા માંગશે અને શ્રીલંકા 7મી વખત. એશિયાની શ્રેષ્ઠ ટીમો વચ્ચે ઉત્સાહ ચરમસીમાએ હશે પરંતુ ચાહકો તેનું લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકે છે. એશિયા કપના લાઈવ સ્ટ્રીમિંગ સંબંધિત બધી વિગતો અહીં જાણો.એશિયા કપ 2025ની મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ ચેનલ પર થશે. મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ‘સોની લિવ’ એપ અને વેબસાઇટ પર જોઈ શકાશે. ટુર્નામેન્ટની 19 માંથી 18 મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. પરંતુ 15 સપ્ટેમ્બરે ઓમાન અને યુએઈ વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.

ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે

ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAE

ગ્રુપ B: શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ

ભારતે T20 એશિયા કપમાં સૌથી વધુ મેચ જીતી છે

અત્યાર સુધી એશિયા કપ ફક્ત બે વાર T20 ફોર્મેટમાં રમાયો છે. T20 એશિયા કપના ઇતિહાસમાં ભારતે 10 મેચ રમી છે અને 8 જીત નોંધાવી છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. જ્યારે એશિયા કપ છેલ્લે 2022માં T20 ફોર્મેટમાં રમાયો હતો, ત્યારે ટીમ ઈન્ડિયા સુપર-4 તબક્કામાં બહાર થઈ ગઈ હતી. જોકે, T20 ફોર્મેટ હોવા છતાં તેણે 2016માં ટ્રોફી જીતી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button