National

એર ઇન્ડિયાનું વિમાન હાઇજેક કરવાનો પ્રયાસ? કોકપીટમાં ઘૂસનારા 9 લોકોની અટકાયત

બેંગલુરુથી વારાણસી જઈ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટનો કોકપીટ દરવાજો ખોલવાનો પ્રયાસ બે મુસાફરોએ કર્યો હતો. કોકપીટમાં પ્રવેશવા માટે સાચો પાસકોડ દાખલ કર્યો હતો. પ્લેન હાઇજેક થવાના ડરથી પાયલોટે દરવાજો ખોલ્યો ન હતો. આ માહિતી ATC ને આપવામાં આવી હતી, જેણે સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી હતી. વારાણસીમાં સુરક્ષિત ઉતરાણ બાદ પ્લેનમાં કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરનારા બે મુસાફરો સહિત નવ લોકોની અટકાયત કરવામાં આવી હતી. વારાણસી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ અટકાયતીઓની પૂછપરછ કરી રહી છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 1086 સોમવારે સવારે બેંગલુરુથી વારાણસી માટે રવાના થઈ હતી. ટેકઓફ થયાના થોડા સમયમાં જ બે મુસાફરોએ કોકપીટમાં જવા માટે બનેલો કેબીન ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો. પાસવર્ડથી ખુલતા દરવાજામાં સાચો પાસવર્ડ પણ નાંખી દીધો. ઉડતા વિમાનમાં કોકપિટ ખોલવા માટે પાસકોડ નાંખતા જ પાયલોટને તેનું સિગ્નલ મળે છે. પાયલોટે સીસીટીવીમાં જોયું તો ચોંકી ગયા. ત્યાં બે મુસાફરો દેખાતા પ્લેન હાઇજેક થવાના ડરથી કેપ્ટને દરવાજો ખોલ્યો ન હતો.પાઇલટે તાત્કાલિક ATC ને આ અંગે જાણ કરી. ATC એ સુરક્ષા માટે તૈનાત CRPF ને સતર્ક કર્યા. વારાણસીના બાબતપુર એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયા પછી CRPF જવાનોએ કોકપીટ ખોલવાનો પ્રયાસ કરનારા બે મુસાફરો સહિત કુલ નવ લોકોની અટકાયત કરી. અટકાયત કરાયેલા તમામને બાબતપુર પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ પૂછપરછ કરી રહી છે.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button