GUJARAT

આજથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ, પ્રવસીઓને જંગલનો અદભુત નજારો મળશે જોવા

સાસણ જંગલ સફારી  આજથી શરૂ થઈ રહી છે. દર વખતે ચોમાસાના 4 માસ વેકેશન હોય છે. તા. 16 ઓક્ટોબરથી સફારી ખોલવામાં આવે છે. આ વખતે રાષ્ટ્રપતિ ગીરની મુલાકાતે આવતા હોવાથી તા. 7ના જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમન દરમ્યાન બે દિવસનું ઓનલાઈન બુકિંગ બંધ રાખવામાં આવ્યું છે. જૂનાગઢની ગિરનાર સફારી, પોરબંદરની બરડા સફારીનો પણ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.સાસણ ડીસીએફ મોહન રામ, સરપંચ સહિતના આગેવાનોએ પ્રવાસીઓને મોં મીઠા કરાવ્યાં હતા.

ગીરના ઈતિહાસમાં પ્રથમવાર ચાર માસને બદલે અગાઉ જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવી રહી છે. જંગલ સફારીનું આવતીકાલથી દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીનું મોટાભાગનું બુકિંગ ફુલ થઈ ગયું છે. તા. 7ના વહેલી સવારે લીલી ઝંડી બતાવી જંગલ સફારીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

 9 અને 10નું ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવ્યું 

તા. 7 અને 8 બે દિવસ સફારી ચાલુ રહ્યા બાદ તા. 9 અને 10નું ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના આગમનને લઈ જો જરૂર પડે તો તા. 11નું બુકિંગ પણ કેન્સલ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જંગલ સફારી શરૂ થયા બાદ 2 દિવસ ચાલશે ત્યારબાદ બે દિવસ કે ત્રણ દિવસ બંધ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button