GUJARAT

 કમોસમી વરસાદ પર ગુજરાત સરકારનો મોટો નિર્ણય, તમામ જિલ્લાને અપાયા મોટા આદેશ

કેબિનેટ બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કમોસમી વરસાદ બાદ સરકાર એક્શન મોડ પર છે. સરકાર પાક સહાય બાબતે કરશે મહત્વની જાહેરાત કરી હતી. પીએમ કાર્યક્રમ બાબતની ચર્ચા આજની કેબિનેટમાં ચર્ચા થઈ હતી. આવતીકાલે પીએમ મોદી બરોડા આવશે. PM નરેન્દ્ર મોદી 5.30 વાગ્યે એકતાનગરમાં પહોચશે. 1229 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ઇ બસોને લીલી ઝંડી આપાશે.

150મી જન્મજયંતિની ઉજવણીમાં સ્ટેમ્પનું વિમોચન પીએમ મોદી કરશે. 367 કરોડના ખર્ચે મ્યુઝિયમનું ખાતમુહર્ત કરાશે. બિરસા મુડાભવનનું 303 કરોડ ખર્ચે ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 17 નવેમ્બરના સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદ બાબતે ચર્ચા થઈ. CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ ચર્ચા કરી હતી. સૌથી વધારે વરસાદ હતો એવા જિલ્લામાં મંત્રીઓને મોકલ્યા હતા. કુદરત રુઠતી હોય છે ત્યારે કઈ થઈ શકતું નથી. પરંતુ ખેડૂત ફરી બેઠો થાય એવી કામગીરી કરવામાં આવશે. ખેડૂત પોતાના પાકને નાના બાળકની જેમ ઉછેરતો હોય છે. સીએમ અધિકારીઓને નુકસાનની તપાસ માટે આદેશ આપ્યા છે. 5 જિલ્લાઓમાં ભારે વરસાદથી નુકશાન થયુ છે.ક્યાં જિલ્લા તાલુકા અને ગામમાં કેવી પરિસ્થિતિ છે એ સીએમ મોનીટરીંગ કરી રહ્યા છીએ. જ્યાં પણ નુકશાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતો સાથે જ છે. સરકાર જે કરી રહી છે એ ઉપકાર નથી સરકારની કામગીરી જ છે.અસરગ્રસ્ત તમામ જિલ્લામાં સર્વેની કામગીરી કરવાનો આદેશ અપાયો છે. આગામી 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. ટેક્નોલોજીના માધ્યમથી સર્વે કામગીરી કરવામાં આવશે. ફિઝિકલ સર્વે ટીમ તૈયાર કરીને સર્વે કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ 10 લાખથી વધુ હેક્ટરમાં નુકશાન થયું છે. મગફળી, સોયાબીન, તુવેર, ડાંગર, કપાસ, શેરડીમાં નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદમાં હજુ અમુક પાકો ખેતરમાં ઊભા છે. એમાં પણ પાક એડવાઇઝરી નોટ તૈયાર કરવામાં આવી છે. જલ્દી થી સર્વે કરીને પેકેજ જાહેર કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button