Sports

હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન

શુભમન ગિલની ઈજા અંગે બીસીસીઆઈએ સત્તાવાર નિવેદન જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે હોસ્પિટલમાં છે. ગિલ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, અને ઋષભ પંત હવે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ટેસ્ટના બીજા દિવસે બેટિંગ કરતી વખતે ગિલને ગરદનમાં દુખાવો થયો હતો અને ત્યારબાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો.

બીસીસીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “કપ્તાન શુભમન ગિલને કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ગરદનમાં ઈજા થઈ હતી. દિવસની રમત પછી તેને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે હાલમાં હોસ્પિટલમાં છે. તેને પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેનું નિરીક્ષણ કરી રહી છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button