GUJARAT

સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.  સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાને લઈ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.  મોડી રાત્રે બબાલ થયા બાદ આજે ફરી સામ-સામે પથ્થરમારો થયો હતો. પોલીસે બંને પક્ષે સામ-સામે ગુનો નોંધ્યો છે.  એક વર્ષ જૂની અદાવતને લઈ આ બબાલ થઈ હતી. પોલીસે 30 જેટલા શંકાસ્પદોને રાઉન્ડઅપ કર્યા છે.  સોશિયલ મીડિયા પર વધારે ફેમસ થવાને લઈ લડાઈ ચાલતી હતી. 

પોલીસે બંને  પક્ષના લોકો સામે ફરિયાદ નોંધી હતી

સાણંદના કલાણા ગામમાં બે જૂથના યુવાનો વચ્ચે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. એક જૂથના યુવકે અન્ય જૂથના યુવકોને ‘સામુ કેમ જુવે છે’ કહી માથાકૂટ કરી અને બાદમાં  બંને જૂથના લોકો  ભેગા થઈ ગયા હતા અને મારામારી થઈ હતી. હાલમાં તો પોલીસે બંને  પક્ષના લોકો સામે ફરિયાદ નોંધી હતી. 

પોલીસની ટીમો કલાણા ગામ પહોંચી

કલાણા ગામમાં આજે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે સ્થિતિ બગડી હતી. બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થતા અલગ-અલગ પોલીસની ટીમો કલાણા ગામ પહોંચી છે અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસવડા ઓમ પ્રકાશ જાટ પર કલાણા પહોંચ્યા હતા. ગામમાં પોલીસની અનેક ટીમો ઉતારવામાં આવી હતી. 

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડાએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈ હોય તેને લઈ મનદુખ થયું છે. સાણંદ GIDC  પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાણા ગામ આવે છે. બે જૂથના યુવકો વચ્ચે સામે જોવાની બાબતને લઈ ઝઘડો થયો હતો. બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કરતા સામસામી ફરિયાદ નોંધાઈ છે. ગામમાં પોલીસ દ્વારા કોમ્બીંગ ચાલુ છે. ગામમાં બંદોબસ્ત છે અને હાલ શાંતિ છે. જે લોકો શંકાસ્પદ છે તેઓની પૂછપરછ ચાલુ છે. જેની સંડોવણી હશે તેને છોડવામાં નહીં આવે. મોડી રાત્રે બબાલ થયા બાદ આજે સવારે ફરી બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. એક વર્ષ જૂની અદાવતને લઈ લડાઈ ચાલતી હતી. જિલ્લા પોલીસવડાએ કહ્યું કોઈને પણ છોડવામાં નહીં આવે.         

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button