Business

નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 

 નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો આજથી અમલમાં આવ્યો છે. આ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયો માટે ખર્ચમાં વધારો થશે. દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે 1691.50 થશે, જે અગાઉ 1580.50 રૂપિયા હતી. કોલકત્તામાં હવે તેની કિંમત 1795.00 રૂપિયા હશે જે અગાઉ 1684 રૂપિયા હતી. મુંબઈમાં હવે તેની કિંમત 1642.50 રૂપિયા હશે જે અગાઉ 1531 રૂપિયા હતી. 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સરકારે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશના મોટાભાગના શહેરોમાં રસોઈ ગેસની કિંમત 850 થી 960 રૂપિયાની વચ્ચે છે. હાલમાં દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 853 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે મુંબઈમાં 852.50, લખનઉમાં 890.50 રૂપિયા, અમદાવાદમાં 860 રૂપિયા, હૈદરાબાદમાં 905,  વારાણસીમાં 916.50 રૂપિયા અને પટનામાં 951 રૂપિયામાં મળી રહ્યો છે. 

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, 19 કિલોગ્રામના સિલિન્ડર હવે પટનામાં 1953.50 , નોઇડામાં 1691 રૂપિયા, લખનઉમાં 1814 રૂપિયા, ભોપાલમાં 1696 રૂપિયા અને ગુરુગ્રામમાં 1708.50 રૂપિયામાં મળશે 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button