Top In Ahmedabad

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

અમદાવાદમાં ઉત્તરાયણની આડમાં ચાલતી દારુ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. પંચવટી વિસ્તારમાં આવેલા ‘સેન્ટેરિયલ વિસ્ટા’ના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસ પહોંચતા  દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી 4 યુવતી અને 17 યુવકો સહિત 21 લોકો ઝડપાયા હતા.  ઉપરાંત ધાબા પર  દારૂની બોટલ, બાઈટીંગ અને વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા. કુશલ શાહ નામના વ્યકિતએ પાર્ટી  યોજી હોવાની વિગતો મળી રહી છે. DJના ઉંચા અવાજ અને નશામાં ધૂત યુવક- યુવતીઓએ ધમાલ શરૂ થતાં સ્થાનિકોએ કંટ્રોલ મેસેજ કર્યો હતો. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસ પાર્ટી પર ત્રાટકે તે પહેલાં એક બિલ્ડરનો પુત્ર ફરાર થઈ ગયો હોવાની ચર્ચા છે.

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં શરાબ,  શબાબ અને હુક્કા પાર્ટી પકડાઈ છે.  સેનેટ્રીયન વિસ્ટામાં  પોલીસે દારુ પાર્ટી પર  દરોડા પાડ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેનેટ્રીયન વિસ્ટામાં ગુલબાઈ ટેકરા ખાતે ઉતરાયણના તહેવાર નિમિત્તે એક ગેટ ટુ ગેધરનું આયોજન કરેલ હોય જેમાં ગેરકાદેસર રીતે દારૂ પણ પીરસનાર હોવાની બાતમી આધારે પોલીસે ધાબા પર રેડ કરી હતી. ફ્લેટના ધાબા પર કુલ-21 ઇસમો મળી આવ્યા હતા. તેમજ કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી. તમામની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. 

ટેરેસ પર યોજવામાં આવેલી આ હાઈ પ્રોફાઈલ દારુ પાર્ટીમાં દારૂની સાથે-સાથે ખાણીપીણી અને હુક્કાની પણ ખાસ  વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની 500 મીટર હદ વિસ્તારમાં ચાલતી દારૂ ની પાર્ટી ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. સેનેટરિયન વિસ્ટા નામના ફ્લેટમાં ધાબે દારૂની બોટલ,બિયરના ટીન,હુકકાની ફ્લેવર અને હાઈપ્રોફાઈલ નાસ્તા સાથે પોલીસે 16 લોકોની ધરપકડ કરી હતી. કુશલ શાહ નામના આયોજક દ્વારા સમગ્ર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 8.30 કલાકે પડોશીઓ દ્વારા કંટ્રોલરૂમમાં મેસેજ આપવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસ કરતા ફ્લેટના ધાબે શરાબ,શબાબ અને હુક્કાની પાર્ટી ચાલતી હોવાનું ખુલ્યું હતું.                                                        

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button