સસંદમાં નાણામંત્રીનું બજેટ ભાષણ:બાયોફાર્મા અને સેમી કંડક્ટર સહિત આટલા સેકટરો પર સરકારનું સૌથી વધુ ફોકસ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.નાણા મંત્રી સીતારમણે જણાવ્યું કે PM મોદીનું ધ્યાન પછાત અને વંચિતોને આગળ લાવવા પર છે. કર્તવ્ય ભવનમાં આ બજેટ રજૂ કરતી વખતે ત્રણ કર્તવ્ય નક્કી કર્યા છે.
આર્થિક વૃદ્ધિને વેગ આપવો અને ચાલુ રાખવો.
લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી, તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા.
સૌનો સાથ, સૌના વિકાસના ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવવી.
રિફોર્મ એક્સપ્રેસ – અમારી સરકાર ઉત્પાદન વધારવા અને વૃદ્ધિને વેગ આપવા માટે પ્રયાસો ચાલુ રાખી રહી છે. વડાપ્રધાને 2025માં આ માટે GST સુધારા લાગુ કરવાનું કામ કર્યું છે. રાજ્ય સરકારો સાથે મળીને અમે અમારી ફરજ પૂરી કરી રહ્યા છીએ. ભારતને ગ્લોબલ બાયો ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની તૈયારી છે.
સીતારમણે કહ્યું કે આપણે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. અમે નક્કી કર્યું છે કે વૃદ્ધિના પરિણામો ખેડૂતો, આદિવાસીઓ, મહિલાઓ અને યુવાનો સુધી પહોંચે.
1000 માન્ય ક્લિનિકલ સાઇટ્સ બનાવવામાં આવશે, જ્યાં વૈજ્ઞાનિક સમીક્ષા થઈ શકશે.
સેમિકન્ડક્ટર મિશન – ઉત્પાદન અને ભારતીય IP બનાવવા, સપ્લાય ચેઇન બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે.
ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટે 40 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
રેર અર્થ મટિરિયલ માટે ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં ડેડિકેટેડ ફેસિલિટી બનાવવાની પહેલ કરવામાં આવી છે. આ માટે ડેડિકેટેડ મિનરલ પાર્ક બનાવવામાં આવશે.
સીતારમણે કહ્યું કે અમે લોકોની યુનિવર્સલ સર્વિસ પર ધ્યાન આપ્યું છે. આનાથી 7% નો વૃદ્ધિ દર હાંસલ કરવામાં મદદ મળી છે.
અમે વિકસિત ભારતના વિઝન તરફ કામ કરતા રહીશું. અમે ગ્લોબલ માર્કેટ સાથે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના વિઝન સાથે સંરેખિત રહીશું.
સીતારમણે કહ્યું- આદરણીય સ્પીકર સર, માઘ પૂર્ણિમા અને ગુરુ રવિદાસ જયંતિના પવિત્ર અવસરે હું બજેટ રજૂ કરી રહી છું
અમે 12 વર્ષ પહેલાં સરકાર સંભાળી હતી, ત્યારથી દેશની આર્થિક સ્થિતિ સુધરી છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમારી સરકારે સતત કામ કર્યું છે. આત્મનિર્ભરતાના મંત્ર પર ચાલતા અમે ઘરેલું ઉત્પાદન, રાજકોષીય ખાધ પર નજર રાખી છે.
સીતારમણે કહ્યું- મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે
ટેક્સટાઇલ માટે-
નેશનલ ફાઇબર યોજના
મેન મેડ ફાઇબર
એડવાન્સ્ડ ફાઇબર
નેશનલ હેન્ડલૂમ પોલિસીથી કારીગરોને પ્રોત્સાહન અને મદદ મળશે. એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટથી ટેકનિકલ મદદ શક્ય બનશે. મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે.
મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ – ખાદીને પ્રોત્સાહન આપવા માટે – ઉત્પાદન, તાલીમ અને બજાર માટે હશે.
વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે.
સ્પોર્ટ્સ – સાધનો ડિઝાઇન કરવા અને બનાવવા માટેની યોજના છે.
ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર – ઇન્ફ્રા અને ટેકનોલોજી સુધારવા માટે યોજના બનાવવામાં આવી છે.
લિક્વિડિટી સપોર્ટ માટે ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ પ્રોગ્રામ’
એમએસએમઇ માટે-
આત્મનિર્ભર ભારત ફંડ બનાવવામાં આવશે, જેનાથી માઇક્રો એન્ટરપ્રાઇઝિસને મદદ મળશે.
લિક્વિડિટી સપોર્ટ માટે ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ પ્રોગ્રામ બનશે. સાથે જ ક્રેડિટ ગેરંટી સપોર્ટ મિકેનિઝમ બનશે. GEM ને ટ્રેડ સાથે લિંક કરાશે. એસેટ બેઝ્ડ સિક્યોરિટી કરાશે.
વ્યવસાયિક સહાય – શોર્ટ ટર્મ મોડ્યુલર કોર્સ ડિઝાઇન કરવા માટે સરકારી સંસ્થાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. ટિયર-2 અને 3 સુધી તાલીમ અપાશે.
‘કાર્ગો લઈ જવા માટે ફ્રેઈટ કોરિડોર બનાવીશું’
5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર-2 અને 3 શહેરોના વિકાસ માટે 11.2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2026-27માં તેને વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.
પ્રાઇવેટ ડેવલપર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ બનાવવામાં આવ્યું છે. તેમાં સરકાર આંશિક ગેરંટી આપશે.
રિયલ એસ્ટેટના રિસાયક્લિંગ માટે યોજના છે.
કાર્ગો લઈ જવા માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બનાવવામાં આવશે. પૂર્વમાં દનકુનીથી પશ્ચિમમાં સુરત સુધી પોર્ટને જોડવા માટે પણ યોજના છે.
જળમાર્ગોનો ઉપયોગ કરવા માટે તાલીમ – વારાણસી અને પટનાનો વિકાસ કરીને આંતરિક જળમાર્ગોનો વિકાસ કરવામાં આવશે.
‘7 હાઇસ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે’
કનેક્ટિવિટી માટે-
દેશમાં સી પ્લેન બનાવનારાઓને ટેકો આપવામાં આવશે.
7 હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં મુંબઈથી પૂના, પૂનાથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નઈ, સિલિગુડીથી વારાણસી બનાવવામાં આવશે.
વિકસિત ભારત માટે હાઈ લેવલ બેંકિંગ કમિટી બનાવવામાં આવશે.
જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે.
યુવાનોને કારકિર્દી પાથવે ઉપલબ્ધ કરાવવા માટે યોજના લાવવામાં આવશે.
આગામી પાંચ વર્ષમાં એક લાખ સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર પ્રોફેશનલ્સ બનશે. 1.5 લાખ કેર ગિવર્સને તાલીમ અપાશે.
ભારતીય યોગ વિશ્વભરમાં ફેલાય, તે માટે ગુણવત્તાયુક્ત આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપીશું.
આયુર્વેદના ત્રણ નવા એમ્સ બનાવવામાં આવશે.
આયુર્વેદિક દવાઓના પરીક્ષણ માટે નેશનલ લેબ્સ બનાવવામાં આવશે.
જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે.
આ 6 મોટા ક્ષેત્રો પર રહેશે સરકારનું ફોકસ
વ્યૂહાત્મક મેન્યુફેક્ચરિંગ: નવા અને જરૂરી ક્ષેત્રોમાં ઉત્પાદનની ક્ષમતા વધારવી.
જૂના ઉદ્યોગો: જૂના પડી ગયેલા ઔદ્યોગિક ક્ષેત્રોને ફરી જીવંત કરવા.
નાના ઉદ્યોગો (MSME): નાના અને મધ્યમ ઉદ્યોગોને ગ્લોબલ ચેમ્પિયન બનાવવા.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર: રસ્તાઓ, રેલવે અને અન્ય પાયાની સુવિધાઓને જબરદસ્ત મજબૂતી આપવી.
સુરક્ષા અને સ્થિરતા: દેશમાં લાંબા ગાળાની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી.
શહેરોનો વિકાસ: શહેરોને વેપાર અને આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવવા.
લોથલ-ધોળાવિરા સહિતની 15 વિરાસતોનો વિકાસ કરાશે
જિલ્લા હોસ્પિટલમાં ટ્રોમા-ઇમરજન્સી ક્ષમતા વધારાશે, બદામ-અખરોટ-કાજુનું ઉત્પાદન વધારાશે.
લખપતિ દીદી ની સફળતા બાદ હવે નવા યોજના
દિવ્યાંગ જન યોજના અને દિવ્યાંગ સહારા યોજના જાહેર કરવામાં આવે
તમામ જગ્યાઓ એ ફટાફટ દિવ્યાંગ લોકોને યોજનાનો લાભ મળે તે માટે કામગીરી થશે..
જિલ્લામાં દવાખાના ન સંખ્યામાં વધારો કરવામાં આવશે
પૂર્વાંચલ માં આવેલા બુદ્ધસ્થળ ને ટુરિઝમ માં વધારો થાય..ભક્તો માટે સુવિધાઓ ઉભી કરવામાં આવશે..
20 મોટા પ્રવાસન સ્થળ પર ગાઈડ ની વ્યવસ્થા કરવામાં આવશે,10 હજાર નવા ગાઈડ ને ટ્રેનિંગ આપવામાં આવશે..
માનસિક સ્વાસ્થ્યતા પાર સરકાર કામ કરશે..
પ્રત્યક્ષ કરો income tax :
1961 અધિનિયમ માં ફેરફાર કરવામાં આવ્યા હતા..
કરદાતા માટે ફાયદાકારક અને સરળ સમજાય તેવો ટેક્સ સ્લેબ..
ટીસીએસ રેટ ને પૂર્ણ કરવામાં આવે તેવી રજુઆત છે..
ટેક્સ રીર્ટન લોકો વધુ ભરે અને તેના ફાયદાઓ ઉઠાવે આના માટે તારીખો લંબાવાય છે..31 જુલાઈ સુધી ટેક્સ ભરી શકાશે..
નવા ઇન્કમટેક્સ આ વર્ષે જ લાગુ કરવામાં આવશે..
1 એપ્રિલ થી આ નવા ઇન્કમટેક્સ સ્લેબ લાગુ કરવામાં આવશે ..
Data સેન્ટર સર્વિસ માટે પણ બજેટમાં પ્રસ્તાવ
Data સર્વિસ સેવા દેશમાં થી બીજા ને સેવા આપવા પર સુવિધાઓ મળશે
Data સેન્ટર કંપનીઓ ને પાંચ વર્ષમાં ટેક્સમાં છુટછાંટ મળશે..
આવી કંપનીઓને ખરીદી માટે પણ સવિધાઓ આપવામાં આવશે..
2047 data સેન્ટર ભારતમાં વધે તેવો લક્ષયાંક છે..
આઈટીઆર 1 અને 2 વાળા ભરી શકે છે રિટન
હવે પાનકાર્ડથી એનઆરઆઈ સંપતિ વેચી શકશે
ટેકસ ભરવાની બે કેટેગરી રહેશે
એનઆરઆઈને સંપતિ વેચવા માટે TENની જરૂર નહી, ટેકસ પર દંડ માત્ર 10 ટકા રહેશે.
ચામડાની વસ્તુઓ પર 1 ટકાની બદલે 3 ટકા કસ્ટમ ડયૂટી લાગશે




