GUJARAT

સુધારા સાથે સુરત-AMCનું ઐતિહાસિક બજેટ રજૂ, કરાઇ મોટી-મોટી જાહેરાત

અમદાવાદ AMTS નું વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરાયું હતું. સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ દ્વારા ડ્રાફ્ટ બજેટમાં રૂ. 20 કરોડનો વધારો કરાયો હતો. સુધારા સાથે રૂા. 1011 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ બજેટ રૂા. 991 કરોડનું મુકાયું હતું. શાસક પક્ષ દ્વારા બજેટમા સુધારા કરાયા હતા.

અમદાવાદ AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, બજેટમાં સુધારા સાથે અનેક યોજના મુકવામાં આવી છે. 15 માં નાણાં પંચમાંથી 9 કરોડની ગ્રાન્ટ મેળવી નવી 4 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. દરેક ઝોનમાં 5 ટ્રી બસ, શેલ્ટર રૂા. 2 કરોડના ખર્ચે ઉભા કરવામાં આવશે. રૂા. 20 લાખના ખર્ચે AMTS સ્ટાફ માટે ટ્રેનિગ પ્રોગ્રામ કરવામાં આવશે. જમાલપુર ડીપો ખાતે જૂની બિલ્ડિંગ રૂા. 3 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. 70 બસોમાં ઈન કેબિન એર પ્યોરિફિકેશન સિસ્ટમ મુકવામાં આવશે.

સુરત મનપાના ઈતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. વર્ષ 2026-27 નું કુલ ડ્રાફ્ટ બજેટ 10593 કરોડનું રજૂ કરાયું હતું. કોઈપણ પ્રકારના દરના વધારા વિનાનું બજેટ બનાવ્યું છે. અંદાજિત રૂા. 257 કરોડનું રેવન્યું સરપ્લનસ ધરાવતું બજેટ રજૂ કરાયું હતું.સુરત મ્યુનિસિપલ કમિશ્નર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2026-27 ના દરમાં સામાન્ય વેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. યુઝર ચાર્જીસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સુરત ગ્રીન વ્હીકલ પોલીસી અંતર્ગત ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીસમાં રાહત આપી છે. ઈલેક્ટ્રીક વાહનો માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં 100 ટકા રાહત આપવામાં આવી છે. જેમાં તા. 18-9-2025 થી 17-9-2026 સુધી 100 ટકા રાહત આપવામાં આવી છે. જ્યારે 18-9-2026 થી 17-9-2027 સુધી 75 ટકા ની રાહત આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button