GUJARAT

ગુજરાતના મહેસુલ વિભાગનો મોટો નિર્ણય; હવે દસ્તાવેજના નિયમોમાં ફેરફાર

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા ઇ-રજીસ્ટ્રેશન (e-Registration) ના વ્યાપને ધ્યાનમાં રાખીને હવે દરેક દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી ઇ-રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફીના માળખામાં કેટલાક ફેરફારો વિચારાધીન હતા, પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ઇ-રજીસ્ટ્રેશન દ્વારા નોંધણી કરાવવામાં આવતા દરેક દસ્તાવેજ પર હવે પ્રોસેસિંગ ફી લાગુ થશે. દસ્તાવેજ દીઠ ₹100 રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવાના રહેશે. આ ફીનો મુખ્ય હેતુ ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલની જાળવણી અને ટેકનિકલ સુવિધાઓને વધુ બહેતર બનાવવાનો છે.

મિલકતની ખરીદ-વેચાણ કે અન્ય કરારોના ઓનલાઇન રજીસ્ટ્રેશન સમયે હવે અરજદારે નિયત સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ઉપરાંત આ ₹100 રૂપિયાની વધારાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે. જોકે, આ રકમ નજીવી હોવાથી સામાન્ય જનતા પર મોટો આર્થિક બોજ નહીં પડે, પરંતુ વહીવટી દૃષ્ટિએ આ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button