Uncategorized

દીકરીને આપો જ્ઞાન એ જ છે નારી સન્માનબેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને ચરિતાર્થ કરતી ગુજરાતી ફિલ્મ ક ખ ગ ઘ

હાલમાં જ્યારે ગુજરાતી ફિલ્મો પોતાના કન્ટેન્ટ અને અલગ સ્ટોરીલાઈનને લઈને ચર્ચામાં છે ત્યારે રાજભા ફિલ્મ્સ અને અખિલ કોટક પ્રોડક્શન લઈને આવે છે સપરિવાર નિહાળી શકાય તેવી ગુજરાતી ફિલ્મ ક ખ ગ ઘ. દીકરીનું ભણતર અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત આ ફિલ્મના નિર્માતા છે રાજભા રાઠોડ તથા લેખક, સહનિર્માતા તથા નિર્દેશક છે અખિલ કોટક તેમજ વેશભૂષા યોજક છે કોમલ દેસાઈ. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચરિતાર્થ કરતી આ ફિલ્મના પટકથા લેખક, સંવાદલેખક અને ગીતકાર છે ડો નીરજ મેહતા અને સંગીતકાર છે નીરજ વ્યાસ. સામાજિક મૂલ્યો થી ભરપૂર આ ચલચિત્રના સહાયક નિર્દેશક તથા એડિટર છે રાજુ પોરિયા તથા સિનેમેટોગ્રાફર છે પુષ્પરાજ ગુંજન.

આગામી ૨૭ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રજૂ થનાર ક ખ ગ ઘ માં અભિનયના ઓજસ પાથરશે જાણીતા ગુજરાતી કલાકારો મોના થીબા કનોડિયા, ભાવિની જાની, જીતેન્દ્ર ઠક્કર, અરવિંદ વેગડા, શૌનક વ્યાસ, દીપા ત્રિવેદી, તન્વી પંડ્યા અને પ્રફુલ્લ ભાડજા તથા વિશેષ ઉપસ્થિતિમાં જાણીતા સુપરસ્ટાર શ્રી હિતુ કનોડિયા.


આપણા ગામડાંઓમાં પ્રવર્તતી માન્યતાઓને બદલવા મથતી એક નિસ્વાર્થ શિક્ષિકા એક દીકરીને ભણાવવા જે ઝુંબેશ ઉપાડે છે એ આ ફિલ્મમાં સુપેરે દર્શાવ્યું છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે વિદ્યા મંજરીને કઈ રીતે ભણાવશે એ જોવું રસપ્રદ બની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button