Entertainment
ડિરેક્ટર ભાવિન ત્રિવેદીનો સંવેદનશીલ નિર્ણય — વાડીયા ગામનું નામ ફિલ્મમાંથી હટાવવામાં આવશે


થરાદ તાલુકાના વાડીયા ગામના કેટલાક ગ્રામજનોએ ફિલ્મ “શક્તિ”ના વિષયને લઈને ગેરસમજના આધારે વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી ફિલ્મ રીલીઝ રોકવાની માંગ કરી હતી. કેટલાક લોકોએ આત્મવિલોપનની ચેતવણી આપતાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
આ પરિસ્થિતિમાં શાંતિ જળવાય રહે અને કોઈ વ્યક્તિ કે સમાજની ભાવના દુભાય નહીં તે હેતુસર ફિલ્મના ડિરેક્ટર ભાવિન ત્રિવેદીએ સંવેદનશીલ અને જવાબદાર નિર્ણય લીધો છે — ફિલ્મમાંથી વાડીયા ગામનું નામ હટાવી દેવામાં આવશે.
ડિરેક્ટર ભાવિન ત્રિવેદીએ જણાવ્યું કે,
“શક્તિ” ફિલ્મનો હેતુ કોઈ વિવાદ ઊભો કરવાનો નથી. આ ફિલ્મ માત્ર મહિલાઓના આત્મસન્માન, હિંમત અને ન્યાય માટેની લડતને રજૂ કરે છે.
ફિલ્મની ટીમે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રેમ, સન્માન અને સકારાત્મક સંદેશ સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે.




