GUJARAT

આજે ગુજરાતનું બજેટ,કોમનવેલ્થ આયોજનને લઈ મોટી જાહેરાત થવાની શક્યતા

 વિધાનસભા સત્રનો આજે ત્રીજા દિવસ છે. આજે  ગુજરાતનું બજેટ રજૂ થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ  બજેટ રજૂ કરશે,  બજેટ નું કુલ કદ 4 લાખ કરોડ આસપાસની શક્યતા છે. કોમનવેલ્થ ગેમ્સને લઈ મોટી  જાહેરાત થઈ શકે છે. પર્યટનને પ્રોત્સાહન માટે મહત્વની જોગવાઈ સંભવના પણ છે.

  ગુજરાત વિધાનસભા સત્રમાં આજે  નાણાંમંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરશે.  આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાનો અંદાજ છે. આ સાથે બીજી અનેક મોટી જાહેરાતની  પણ અપેક્ષા સેવાઇ રહી છે. નોંધનિય છે કે આજે  બપોરના 12 વાગ્યા આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે અને  વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે  લગભગ 1 વાગ્યે બજેટ રજૂ  થશે.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજનાર છે. જેને લઇને પણ બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા છે. ખાસ કરીને કોમનવેલ્થ ગેમને લઇને  ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અને હોટેલ-ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય જોગવાઈઓ થઈ શકે છે. 

આ બજટે અંદાજિત 4 લાખ કરોડની હોવાનો અંદાજ છે. નોંધનીય છે કે, 2015-16માં બજેટ 1,37,667 કરોડ કરોડ હતું, જે 2025-26 સુધીમાં 166% વધીને 3.70 લાખ કરોડ થયું હતું. આમ, 10 વર્ષમાં બજેટમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે. કનુભાઇ દેસાઇ ગુજરાતનું ચોથી વખત બજેટ રજૂ કરશે. ,સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઇ વાળાનો રહ્યો છે. જેને નાણામંત્રી રહીને સતત 18 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ નીતિન પટેલે 9 વકથ બજેટ રજૂ કર્યું અને કનુભાઇ દેસાઇ આજે ચોથી વખત બજેટ રજૂ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button