National

‘ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરો’, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને ફટકારી નોટિસ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી ખર્ચ પર મર્યાદા લાદવાની અરજી પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી. સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચ પર મર્યાદા લાદવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી. NGO દ્વારા ચૂંટણીખર્ચ મુદ્દે PIL દાખલ કરી છે, જેમાં રાજકીય પક્ષો દ્વારા નાણાં શક્તિના અનિયંત્રિત ઉપયોગને  ચેલેન્જ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે છ અઠવાડિયાની સુનાવણીનો નિર્દેશ આપ્યો છે અને સંબંધિત પક્ષો પાસેથી આ બાબતે જવાબો માંગ્યા છે. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા નાણાં શક્તિનો અનિયંત્રિત ઉપયોગ લોકશાહીના પાયાને નબળી પાડી રહ્યો છે. ખોટો નાણાનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે.

તેમણે કોર્ટને યાદ અપાવ્યું કે, ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટે પહેલાથી જ કહ્યું હતું કે, અનિયંત્રિત નાણાં શક્તિ લોકશાહી પ્રક્રિયાને વિકૃત કરે છે અને મતદારોના માહિતીના અધિકારને પ્રભાવિત કરે છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે નાણાં શક્તિના દુરુપયોગને રોકવાના વ્યવહારિક પડકારો અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે, અમેરિકા જેવા દેશોમાં પણ ચૂંટણી ખર્ચ મર્યાદા અસ્તિત્વમાં છે, પરંતુ ત્યાં પણ ખર્ચને ઉમેદવારોના મિત્રો, સહયોગીઓ અથવા થર્ડ પાર્ટીના માધ્યમથી કરવામાં આવ્યા હોવાની સમસ્યા આવતી રહે છે.

ત્રીજા પક્ષના રિપોર્ટ પર ભરોસો ના કરી શકાય

સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચને  ચૂંટણીમાં થઈ રહેલા વધુ ખર્ચ ઉપર અંકુશ લગાવવા માટે SOPમાં સૂચનોનો સમાવેશ કરવા પર વિચારવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે PIL ને પ્રતિનિધિત્વ તરીકે ગણવાનો પણ નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોય માલ્યા બાગચી અને ન્યાયાધીશ એન.વી. અંજારીની બનેલી બેન્ચે ટિપ્પણી કરી હતી કે, કોર્ટ વધુ પડતા ચૂંટણી ખર્ચ અંગે થર્ડ પાર્ટી રિપોર્ટો પર આધાર ના રાખી શકે. કારણ કે ચૂંટણી પંચે પણ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. જો કે, સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર IIT સ્નાતક છે. તેમના દ્વારા રજૂ કરાયેલ આઈડિયા વિચારણાપાત્ર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button