World

શરૂ થઈ ગયું યુદ્ધ, ઈઝરાયલનો ઈરાન ઉપર મોટો હુમલો:તહેરાનમાં સહિત અનેક શહેરોમાં મિસાઈલથી હુમલો

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવ અચાનક ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો છે. આ હુમલો પરમાણુ કરારને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને મધ્ય પૂર્વમાં સંભવિત અમેરિકી હુમલાની આશંકાઓ વચ્ચે થયો છે.

તેહરાન સહિત ઇરાનના ઘણા શહેરોમાં ઘણી જગ્યાએ વિસ્ફોટો સંભળાયા છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કેટ્ઝે દેશભરમાં તાત્કાલિક રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આ જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે ઇઝરાયલે ઇરાન વિરુદ્ધ પ્રી-એમ્પ્ટિવ સ્ટ્રાઇક શરૂ થવાની પુષ્ટિ કરી છે. પ્રારંભિક માહિતી અનુસાર, ઇઝરાયલી વાયુસેનાએ ઇરાનમાં અનેક લક્ષ્યોને નિશાન બનાવ્યા છે.

સ્થાનિક મીડિયાના હવાલાથી સમાચાર એજન્સી રોયટર્સે જણાવ્યું કે તેહરાનમાં યુનિવર્સિટી સ્ટ્રીટ અને જોમહોરી વિસ્તારમાં ઘણી મિસાઈલો પડી, જ્યારે તેહરાનના ડાઉનટાઉનમાં પાશ્ચર સ્ટ્રીટની આસપાસથી ગાઢ ધુમાડો ઉડતો જોવા મળ્યો.

હુમલા બાદ ઇઝરાયલે ઇમરજન્સી જાહેર કરી દીધી છે. છેલ્લા કેટલાક મિનિટોમાં, સમગ્ર ઇઝરાયલમાં સાયરન વગાડવામાં આવ્યા અને સેલ્યુલર ડિવાઇસને સીધા સુરક્ષિત જગ્યાઓની નજીક રહેવાની એડવાન્સ સૂચના એલર્ટ આપવામાં આવ્યું.

આ ઇઝરાયલ દેશ તરફ મિસાઇલ છોડવાની સંભાવના માટે જનતાને તૈયાર કરવા માટે એક એલર્ટ છે. IDF એ લોકોને સુરક્ષિત જગ્યાઓની નજીક રહેવા જણાવ્યું છે.

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની રાજધાની તેહરાનમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા, જેની પુષ્ટિ ઈરાની ટીવી ચેનલો સાથે સંકળાયેલા સૂત્રોએ પણ કરી છે. આ રિપોર્ટ્સમાં જણાવાયું છે કે ઈઝરાયલે ડઝનબંધ સૈન્ય ઠેકાણાઓ અને કેટલીક સંવેદનશીલ જગ્યાઓને નિશાન બનાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button