કોણ છે આ કેન્દ્રીય મંત્રી? જેને અપાઇ મારી નાખવાની ધમકી!


કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક દળના પ્રમુખ જયંત ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અને આ અંગે તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જાસૂસીનો આરોપ લગાવ્યો છે. મંત્રીના સહાયકે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે 18 માર્ચની સવારે તેમના ફોન પર કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા રાજ્યમંત્રી અને શિક્ષા રાજ્યમંત્રી જયંત ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
થાના તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ” તેણે મને પૂછ્યું કે કે શું મે એ કાગળો જોયા છે જે તેણે મારા ફોન પર મોકલ્યા છે. અને સાથે જ તેણે MP5 જેવા હથિયારો વિશે વાત કરતાં કહ્યું કે આ હથિયાર વડે જ તેણે મારશે. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. જ્યારે મે તેના નંબર પરથી આવેલા વ્હોટ્સએપ મેસેજ ખોલીને હોય તો તેમ માનનીય મંત્રીજી નો સરકારી ટુર પ્રોગ્રામ હતો જેમાં સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યું હતું કે ” આને ગોળી મારી દો”
ધમકી આપવા વાળાએ વ્હોટ્સએપ પર લોકેશન અને અમુક વોઇસ મેસેજ મોકલ્યા હતા જેમાં સતત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ નંબર પર જ્યારે સામેથી ફોન કરીને પૂછવામાં આવ્યું કે માનનીય મંત્રી જીના ટુરનો પ્રોગ્રામ તેની પાસે ક્યાંથી આવ્યો તો તેણે જવાબ આપ્યો કે આ તેણે ઉપરથી મોકલવામાં આવ્યો છે.આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફોનના મધ્યમથી તુગલક રોડ થાનાઅધ્યક્ષને સૂચના આપવામાં આવી છે અને મોબાઈલ પર પ્રાપ્ત તમામ માહિતી પોલીસને આપવામાં આવી છે. મંત્રીના સહાયકે આ પછી જાસૂસીના આરોપ પણ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ‘ આ વચ્ચે એક ગંભીર જાણકારી સામે આવી છે કે કોઈ આજની વ્યક્તિ અમારા આવાસના પાછળના દરવાજાની જાઓસસી કરી રહ્યું છે અને વાતે વાતની જાણકારી રાખી રહ્યું છે કે દરવાજો કયા સમયે ખૂલે છે અને બંધ થાય છે અને કોણ કોણ આવે છે અને જાય છે. લગભગ 3 દિવસ પહેલા રાતના 9-10 વાગ્યાની વચ્ચે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર જેના કાચા કાળા હતા તે આવાસની સામેની સાઈડ ઊભી હતી અને તેમાં બેઠેલા લોકો આવસનું ધ્યાન રાખી રહ્યા હતા. મહેરબાની અકરીને આ મામલાની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવે. ‘




