PM મોદીની ગુજરાત મુલાકાત : ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું કર્યું લોકાર્પણ, જૈન ધર્મનો ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસો નિહાળ્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (31મી માર્ચ)ના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતા કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું. હવે કોબા જવા રવાના થયા છે.

ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું. જે જૈન ધર્મના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને સમર્પિત છે. મહાવીર જયંતિના પવિત્ર અવસરે શરૂ થયેલું આ મ્યુઝિયમ અહિંસા, આધ્યાત્મિકતા અને ભારતીય પરંપરાઓને ઉજાગર કરે છે. આ મ્યુઝિયમ 23 એપ્રિલથી સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકાશે અને માત્ર પ્રદર્શન સ્થળ નહીં પરંતુ આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનશે.




