આમિર ખાન પ્રોડક્શન્સની ‘બટવારો 1947’ના પ્રમોશન માટે સની દેઓલ સાથે ફિલ્મની ટીમ અમદાવાદ પહોંચશે


આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાં સામેલ ‘બટવારો 1947’નું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સે કર્યું છે અને તેનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. આ બહુચર્ચિત ઐતિહાસિક ડ્રામા 14 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે.
બટવારો 1947 એક એવી ભાવનાત્મક કહાની લઈને આવી રહી છે, જે ભારતના વિભાજનના દુઃખ અને તે સાથે જોડાયેલી માનવીય લાગણીઓને ખૂબ નજીકથી રજૂ કરશે. ફિલ્મ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પ્રેમ, હિંમત, ત્યાગ અને ક્યારેય હાર ન માનવાના જજ્બાની વાત કરશે. ફિલ્મમાં શબાના આઝમી, સની દેઓલ, પ્રીતી ઝિન્ટા, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ જેવા પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. ખાસ વાત એ છે કે લગભગ 30 વર્ષ બાદ રાજકુમાર સંતોષી અને સની દેઓલની સુપરહિટ જોડી ફરી એકવાર સાથે આવી રહી છે.
આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી બટવારો 1947નું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. ફિલ્મનું સંગીત એ. આર. રહમાને આપ્યું છે, જ્યારે ગીતોના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા છે. ફિલ્મનું નિર્માણ આમિર ખાન અને અપર્ણા પુરોહિતે કર્યું છે. બટવારો 1947 14 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.



